________________
બુધિ–નહીં છોડવાની વૃત્તિ વગેરે લોભમોહનીયના ઉદયથી થાય તેથી પરપુગલના ભોગમાં જીવને ક્યારેય પણ તૃપ્તિ થતી નથી. થોડીવાર તૃપ્તિની ભાંતિ થાય, ફરી તેની ઈચ્છા થાય, જ્યારે સ્વગુણોમાં જીવને સદા તૃપ્તિ થાય છે.
કેવલી–સિધ્ધના જીવોને સર્વ દ્રવ્યોનો બોધ પૂર્ણ હોવાથી અને મોહનો પૂર્ણ ક્ષય થવાથી કોઈપણ પર દ્રવ્યની ઈચ્છા થતી નથી. માત્ર કેવલીને સુધાવેદનીયના ઉદયે આહારનું પ્રયોજન થાય છે. પણ તેની ઈચ્છા થતી નથી તેથી આહારમાં કોઈ પસંદગીનો વિકલ્પ નથી.
વાસ્તવમાં તો કાયા સાથેના તાદાસ્યથી અને ચિત્તના તરંગોથી ઉપર ઊઠી સ્વભાવમાં ઠરવું એ જ ખરો તપ છે.
વ્યવહાર તપ જો નિશ્ચય તપનું કારણ બને તો જ સકામ નિર્જરાના કારણભૂત ભાવતા થાય નહીં તો તે દ્રવ્યતા થાય. જ્ઞાનીઓ દ્વારા બાહ્ય અત્યંતર તપ રૂપ જે વ્યવહાર તપ બતાવાયો છે તે નિશ્ચય તપની પ્રાપ્તિ માટે છે. વ્યવહાર તપ એ નિશ્ચયતપના અભ્યાસના કારણરૂપ છે.
આથી વ્યવહાર તપને છોડવો ઉચિત નથી. પણ તેના વડે નિશ્ચયતાનું લક્ષ ન હોય તો તે માત્ર કાયકલેશના કારણરૂપ અકામનિર્જરાના કારણભૂત બને
વ્યવહારથી એક દિવસ જ આહારના ત્યાગરૂપ ઉપવાસ કરવાનો નિશ્ચય કરી, તે માટે દેવ-ગુરુ અને આત્મસાક્ષીએ પચ્ચકખાણપૂર્વક તપ કરવામાં આવે તો તે તપનું દઢતાપૂર્વક પાલન થાય. એકદિવસ ચાર પ્રકારના કવલાહારનો ત્યાગ થાય તેટલી ખાવા-પીવા સંબંધી ઈચ્છાનો નિરોધ કરવાનો અભ્યાસ પડે છે. આહાર કર્યા વિના પણ આત્મા પ્રવૃત્તિ કરવા સમર્થ છે તેવો વિશ્વાસ દઢ થાય છે. શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ-મમતા દૂર થાય છે. આત્મશક્તિનો વિકાસ પણ થાય છે. આહારની સંજ્ઞા અનાદિની તેની આસક્તિ પણ અનાદિની છે. તેને તોડવા માટે બાહ્ય તપની પ્રધાનતા ફરમાવી.
અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતારૂપ બાહ્ય તપ દ્વારા વિશેષથી કાયાની મમતા ઘટાડવાની છે. બાહ્ય તપ પણ અત્યંતર
નવતત્ત્વ // ૮૪