________________
અલગ છે તેવું સહજ થાય છે.
પરથી અલગ થવાની પ્રક્રિયા શું?
આત્મા જ્યારે સ્વગુણમાં સ્થિર તૃપ્ત થાય છે ત્યારે સ્વગુણના અનુભવથી તોષાયમાન તૃપ્ત થયેલો આત્મા 'પર'ને સહજ રીતે છોડી દે છે. જેમ પૂર્ણ પેટ ભરેલો માણસ સારા ભોજનનો પણ ત્યાગ કરી દે છે. તેમ જ્ઞાની 'પર' ભોગોનો સહજ ત્યાગ કરે છે. અર્થાત્ પોતાને સ્વનો અનુભવ થાય ત્યારે પરથી સહજ રીતે છૂટી જાય છે. કાયાનો તપ એ તપ નથી પરંતુ આત્માનો આનંદ ભોગવવો એ તપ છે, એ સમજણથી તપ થાય તો એ તપ છે નહિતર લાંઘણ છે. a તપનું વિશેષ સ્વરૂપ
છ બાહ્ય અને છ અભ્યતર તપ વ્યવહારિક તપ છે.
બાહ્ય તપ દ્વારા અત્યંતર તપ કરી શકાય. ઉપવાસ રૂપ અનશન નામનો બાહ્ય તપ કરવાથી સ્વાધ્યાય નામનો અભ્યતર તપ સારામાં સારી રીતે થઈ શકે. ઉપવાસ એ રીતે કરવાનો કે સ્વાધ્યાયની રમણતા થાય.
સર્વમંગલમાં પરમ મંગળ તપ છે. તપ વગર મુમુક્ષુ આત્માને ન ચાલે. મુમુક્ષુ આત્મા સદાય અભિગ્રહધારી હોય. ૧૫૮ બેડીઓના બંધનને તોડવા માટે બંધનની જરૂર છે. કર્મની ૧૫૮ બેડીઓને તોડવા માટે જિનેશ્વર પરમાત્માએ જે બંધન કહ્યા તેને સ્વીકારવા પડે. જિનની આજ્ઞાનો સ્વીકાર કરવામાં ન આવે તો કરોડો વર્ષના ઉપવાસથી પણ મોહના બંધન ન તૂટે.
પરમાત્માની આજ્ઞાપૂર્વક કરેલી નવકારશીમાં સકામ નિર્જરા થાય. ચાર આહારનો બે ઘડી સુધી ત્યાગ થાય તેથી નવકારશી એ તપ પચ્ચકખાણ સૂર્યોદય પહેલા લીધેલું શુધ્ધ થાય.
આત્માનો સ્વભાવ આહાર વાપરવાનો છે જ નહીં. આત્મા અરૂપી અને આહાર રૂપી છે તેથી કઈ રીતે વાપરે? આત્માને સ્વભાવમાં સ્થિર કરવા
નવતત્વ || ૮૬