________________
દષ્ટિ મુજબ પુદ્ગલ એ જીવ નથી તેથી હેય છે. પહેલા જોય પછી હેય અને ઉપાદેય આ ત્રણ આત્મરમણતા માટે ચાવી છે.
પરમાત્માને જોતાં પોતાના આત્માનું ધ્યાન ધરે તો જ નિર્જરા થાય. આત્મા અરૂપી છે. તે પોતાના સ્વભાવમાં ન રહ્યો તેથી રૂપી થયો. કર્મો આવ્યા. હવે રૂપી કર્મને છોડવાનો ઉપાય પણ એ જ કે અરૂપીપણાનું ધ્યાન ધરો એટલે રૂપી જાય, કર્મ જાય અથવા રૂપનું આકર્ષણ ન થાય, કર્મ ન આવે.
ગુલાબજાંબુ અને વિષ્ટા બંને પર્યાયરૂપે છે. વર્ણ–ગંધ-રસ સ્પર્શના કારણે એક ગમે એક ન ગમે જે અનુકૂળ લાગ્યું તે ગમ્યું. ગુલાબજાંબુ જો પ્રતૈિકળ લાગે તો ન ગમે.
આત્મા પુદ્ગલ દ્રવ્ય અંગેનો અને પર સબંધનો પ્રતિજ્ઞાપૂર્વક (પરિણતિ પૂર્વક) દેશથી ત્યાગ કરે તો દેશવિરતિ ધર્મ કહેવાય. વૈરાગ્ય કાચો તો બધું જ કાચું. વૈરાગ્યપૂર્વક અને કર્મકૃત સંબંધો અને સર્વ પૌદ્ગલિક સંયોગોના પરિગ્રહને યાવસજીવ પાપની પરિણતિનો પરિપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરે તે સર્વવિરતિ ધર્મ ગણાય.
શાસ્ત્રકારોએ પરથી છૂટવા માટે જ બધું બતાવ્યું છે. તેથી આત્માએ સ્વમાં જવું પડશે. a સમતા સ્વભાવ એટલે...
સાધનામાં પણ પરથી છૂટવાનો ભાવ જોઈશે. સમતાભાવ–સામ્યભાવ આત્માનો સ્વભાવ છે. તેના લક્ષવિના ધર્મ કાર્યો કરવા છતાં સમતાભાવ આવતો નથી.
રાગાદિકે મોહનો ભાવ ઓછો થવો તે જ સમતા છે. ફક્ત ક્રોધનો અભાવ તે સમતા નહીં પણ મોહનો અભાવ તે સમતા છે. અર્થાત્ ક્રોધાદિ ચાર કષાય અને નવ નોકષાયના પરિણામ જેટલા ઘટે તેટલી સમતા પ્રગટે.
" મમ્મણ ક્રોધ નહતો કરતો, અનીતિ નહોતો કરતો છતાં સાતમી નરકે ગયો. પૈસો જતો કરવો નથી, ધનની આસકિત હતી તેથી સમતા ન હતી. અર્થાત્
નવતત્ત્વ || ૮૧