________________
પૂ. હરિભદ્ર સૂરિ મ. સાહેબે ઉપદેશપદમાં મોક્ષનો ઉપાય તેને જ કહ્યોજે ક્રિયા વ્યવહાર આરાધનામાં કષાયો-દોષો નાશ પામે. પૂર્વ કર્મો નાશ પામે તે જ મોક્ષનો ઉપાય કહેવાય.
જે કોઈ સાધન સામગ્રી આપણા કષાયને દૂર કરે, તો જ કર્મ દૂર થાય. કર્મ દૂર થાય તો જ આત્માની શુદ્ધતા થાય. પછી જ ગુણોનો અનુભવ થાય એટલે કે આત્મામાં રહેલું સુખ કોઈપણ સહાય વગર ભોગવી શકાય.
ગુણ આવે તો દોષ જાય એ વાત ખોટી છે. ગુણ લાવવાના નથી. ગુણ તો સત્તામાં જ છે. દોષ જાય તો ગુણનો ઉઘાડ થાય.
જીવે જિન બનવું તે જિનની મુખ્ય આજ્ઞા છે. તેના માટે જ બધી આજ્ઞાનું પાલન હોય. જિન બનવું એટલે પહેલા વીતરાગ બનવું. રાગાદિ દોષોથી મુક્ત થવું. કોઈપણ આજ્ઞામાં રાગાદિ દોષો ઓછા ન થતાં હોય તો વ્યવહારથી જિનાજ્ઞાનું પાલન કરવા છતાં નિશ્ચયથી જિનાજ્ઞાનું ખંડન છે.
શેયને પહેલા સામાન્ય સ્વરૂપે અને વિશેષ સ્વરૂપે જાણવું. ડીશમાં ગુલાબજાંબુ છે. સામાન્ય સ્વરૂપે ખાવા માટે ઉપયોગવાળા છે. વિશેષ સ્વરૂપે – ગુલાબજાંબુમાં કુણાશ છે, મીઠાશ છે, સુગંધ છે (વર્ણ—ગધ–રસ છે) તમને ગમે એટલે તમારી દષ્ટિ ગુલાબજાંબુ પર સ્થિર થશે. તેના વર્ણાદિ ઉપર આંખ વધારે બહુમાન કરતી થાય. ભૂખ લાગેલી હોય તો ભૂખમાં તીવ્રતા આવે, જીભમાંથી રસ છૂટે, પૈસા હોય ખરીદી લઈએ. આ રીતે પ્રક્રિયા ચાલે.
બાજુમાં એક ડીશમાં દુર્ગધ મારતી વિષ્ટા છે. દષ્ટિ ત્યાં સ્થિર થવાના બદલે પાછી ખેંચાઈ જશે. નાક મચકોડીને, મોઢું બગાડીએ, આંખ ફરી જાય. આવી બધી પ્રક્રિયા થાય. રુચિ ન હોય તેથી અણગમો- અરુચિ પેદા થાય. વૈરાગ્ય આવી જાય અને પાછા ફરી જાય.
પહેલા સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગે સ્વરૂપને જોતાં આ ઘટના બની, સમ્યગુદર્શન જો ભળે તો બંને વસ્તુ સરખી લાગે. બંને પુગલ છે. સર્વની
નવતત્વ || ૮૦