________________
આપણને જીવ જાણવા યોગ્ય લાગ્યો ખરો ?
આપણને જીવને જોવામાં મોજ–આનંદ ન દેખાયો તેથી અજીવને જોવામાં સુખના દરિયા, મોજ, આનંદ દેખાય છે. તેથી ત્યાં આપણી દોડાદોડ છે.
ગૌતમ સ્વામીને ચાર જ્ઞાન હોવા છતાં જિજ્ઞાસા ઊભી છે કે મને ક્યારે કેવલજ્ઞાન થશે ? જીવને જાણવાની ઈંતેજારી હોવાથી ૨૪ કલાક તે તેમનો સ્વભાવ થઈ ગયો.
જ્ઞાનાનંદ એ જીવનો સ્વભાવ છે. જેટલું શુધ્ધ રૂપે જોતો જાય એટલું જ્ઞાન પ્રગટ થાય. કેવલીને વસ્તુ જાણવા જવું ન પડે, આપણે જાણવા જવું પડે. આગમનો સાર છે કે આત્માએ આત્માનું હિત કરવાનું છે. જે આત્મા પોતાના જ્ઞાન પરિણામમાં પોતાને જોતો નથી તે આત્માનો જ્ઞાન પરિણામ અશુધ્ધ છે. જ્ઞાનીઓએ જ્ઞાનની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે –“આત્મજ્ઞાન શાન હૈ, શેષ શાન અજ્ઞાન.' વિશ્વ શાંતિકા મૂલ હૈ વીતરાગ વિજ્ઞાન.... જે જ્ઞાનમાં મોહનો પરિણામ ઘટે નહીં તે જ્ઞાન અજ્ઞાન. જ્ઞેયને જાણવાનું કામ જ્ઞાનનું કાર્ય છે. જ્ઞેય—જીવ–અજીવ છે. જીવના દુઃખનું કારણ અજીવનો સંયોગ છે. આત્મા અજીવને અજીવરૂપે જાણે નહીં અને જીવને જીવરૂપે જાણે નહીં એટલે આત્માની અંદર ભ્રમ પ્રગટ થાય. ભ્રમ પ્રગટ થવાના કારણે જીવને ઉપાદેયરૂપે નથી સ્વીકારતો, અજીવને ઉપાદેય રૂપે સ્વીકારે છે. અજીવમાં ઉપાદેય ભાવ થયો તેથી આખા જગતમાં અજીવ = જડ માટેની મારામારી છે.
જો જ્ઞાનમાંથી મોહનો પરિણામ દૂર થાય તો જીવ પોતાના વીતરાગભાવને ઝંખે. આત્મા પોતાના વીતરાગ ભાવને ઝંખે એટલે જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલી વાત મૂકી કે આત્માનું હિત ધ્યાનથી થાય. આત્મામાં આત્મજ્ઞાન પ્રગટ થાય તો આત્મા પોતે ધ્યાનમાં આવે, તે આત્માના હિતનું કારણ બને, અન્યથા અહિતનું કારણ બને.
ધ્યાનના ૪ પ્રકાર છે. ધર્મધ્યાન, શુકલ ધ્યાન, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન બે શુધ્ધ ધ્યાન અને બે અશુધ્ધ ધ્યાન છે. આર્ત્ત એટલે પીડા. જીવ જે
નવતત્ત્વ || ૭૮