________________
વાતથી ધ્યાનની અંદર પીડા પામે તે આર્ત્તધ્યાન. આર્તધ્યાન એટલે ઈષ્ટ–અનિષ્ટનો સંયોગ—વિયોગ, ઇષ્ટ સંયોગ એટલે પોતાને અનુકૂળ સંયોગ મેળવવાનો પરિણામ હોય. અનિષ્ટ સંયોગ એટલે પ્રતિકૂળતા પ્રાપ્ત ન થાઓ થયેલી પ્રતિકૂળતા દૂર થવાનો પરિણામ તે.
સ્વમાં સ્થિરતા તે ધર્મધ્યાન, સ્વમાં રમણતા તે શુકલ ધ્યાન, પરમાં સ્થિરતાનો ભાવ તે આર્તધ્યાન અને પરમાં સ્થિર થવું તે રૌદ્રધ્યાન છે.
દુઃખ આવે ત્યારે જ સંસાર દાવાનળ જેવો લાગે કે અનુકૂળતાવાળો સંસાર પણ દાવાનળ જેવો લાગે છે ? અનુકૂળતાવાળો સંસાર દાવાનળ જેવો લાગે તો જ સાચી પ્રતીતિ થઈ કહેવાય.
વ્યવહાર ચારિત્ર ક્રિયાની પ્રધાનતાવાળું છે, નિશ્ચય ચારિત્ર પરિણામની પ્રધાનતાવાળું છે. ક્રિયા સહિત પરિણામ આવે ત્યારે ભાવચારિત્ર આવે.
ભાવ= વ્યવહાર + નિશ્ચય.
નિશ્ચય ઃ અંદરથી પાપની પરિણતિના ત્યાગપૂર્વક અને આત્માની રમણતાપૂર્વક એટલે કે જ્ઞાનના પરિણામથી યુકત પોતાના સ્વભાવમાં રમવું. વ્યવહાર : બહારના અશુભ યોગથી નિવૃત્તિ અને નિરવધ શુભ યોગોમાં પ્રવૃત્તિ. મિથ્યાત્વથી નિવૃત થઈ. ચારેય કષાયથી નિવૃત થવું.
મિથ્યાત્વરૂપ મોટામાં મોટા વનમાંથી બહાર નીકળવું પડે. તેમાંથી નીકળે એટલે ચારિત્રની શરૂઆત થાય. ચોથા ગુણઠાણે ચારિત્રની શરૂઆત ભાવરૂપે થાય અર્થાત્ ચારિત્ર ગુણ પ્રગટાવવાનો ભાવ = રુચિ થાય. ચારિત્રનો ગુણ ચારિત્ર મોહનીયથી રોકાય. જો પોતાના ગુણને અનુભવવાની રુચિ ન થાય તો ચોથું ગુણઠાણું નહીં. વ્યવહાર ચારિત્રથી પુણ્યનો બંધ થાય નિશ્ચય ચારિત્ર નિર્જરાનું કારણ બને.
दोषा जेण निरुंभति जेण खिज्जंति पूव्व कम्माई सो खलु મોવોવાઓ રોગાવસ્થાસુ સમગ ૬ | (ઉપદેશ પદ)
નવતત્ત્વ // ૭૯