________________
જ્ઞાન-દર્શન ગુણ ચેતના ગુણસ્વરૂપ છે. પણ તે મિથ્યાત્વના ઉદયથી સમ્યકત્વ ગુણના અભાવવાળું છે. તેથી તે જ્ઞાન અજ્ઞાનરૂપ છે અને તે વ્યવહારથી અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલું કહેવાય. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે જો મિથ્યાત્વાદિ મોહનીયનો ઉદય હોય તો તે જ્ઞાન અશુધ્ધ અજ્ઞાનરૂપ કહેવાય અને મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી (ઉપશમ કે ક્ષયથી) થાય તો તે જ્ઞાન સમ (શુદ્ધ) કહેવાય. સમ્યકત્વ ગુણથી યુક્ત જ્ઞાન જ શુધ્ધ બને તેમ ચારિત્રગુણ પણ સમ્યકત્વ ગુણ સહિત હોય તો જ સમ્યફચારિત્ર ગણાય નહીં તો તે દ્રવ્ય ચારિત્ર કહેવાય. અભવ્યોને દ્રવ્યથી નિરતિચાર જેવું ચારિત્રનું પાલન પણ નિર્જરાનું કારણ ન બને પણ સંસારનું કારણ = દેવભવની પ્રાપ્તિ અને દુર્ગતિના કારણભૂત જ બને.
ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી (ઉપશમ કે ક્ષયથી) જ શુધ્ધ ચારિત્રગુણ પ્રગટ થાય સાથે સમ્યગદર્શન અવશ્ય હોય જ. સમ્યગદર્શન ગુણ હોય ત્યારે ચારિત્ર ગુણ હોય કે ન પણ હોય પણ ચારિત્ર ગુણ હોય તો સમ્યકત્વ અવશ્ય હોય છે તેથી તે ગુણ ભાવચારિત્ર બને.
આત્માએ પોતાનામાં સ્થિર થવું તે ધ્યાન અવસ્થા છે. પોતાના ગુણનો અનુભવ કરે એટલે મોહનો અનુભવ છોડે. અત્યારે આપણે મોહના અનુભવથી આનંદ મેળવીએ છીએ.
આત્મા પોતાના ગુણને અનુભવે ત્યારે જ કર્મ છૂટે. ધર્મક્રિયા વખતે તમે શુભભાવમાં છો, પ્રશસ્ત કષાયના પરિણામ છે પરંતુ આત્મા પોતાના ગુણમાં નથી. ભાવ એ લાગણી છે. પરંતુ વીતરાગ સ્વરૂપ નથી. લાગણી એ આત્માનો સ્વભાવ નથી કરુણા પણ શુભ ભાવ છે.
પોતાના આત્માના હિતાહિતનો નિર્ણય થવો તે સમ્યગુજ્ઞાન છે. મિથ્યાદષ્ટિને પણ યથાર્થ બોધ સુધીનું જ્ઞાન થાય પરંતુ તેને હેય-ઉપાદેયનો પરિણામ ન આવે. અભવ્યનો આત્મા પોતાના માટે હેયોપાદેયનો નિર્ણય ન કરે તેથી સમ્યગુ જ્ઞાન નહીં. ભવ્યજીવને જ્યારે સમ્યગુ દર્શને આવે એટલે પોતાના
નવતત્ત્વ // ૭૬