________________
"ચય તે સચય કર્મનો, રિકત કરે વળી જેહ, ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ.'
પૂ. મહો. યશોવિજયજી) मोक्षः कर्मक्षयात् एव स च आत्माज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद् ध्यानमात्महितः ॥ (योगशास्त्र) 1 ધ્યાન કોને કહેવાય?
યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિ મ.સ. ફરમાવે છે કેયોગ બે પ્રકારે છે. (૧) મોક્ષયોગ (૨) સંસારયોગ.
આત્મા અનાદિકાળથી કર્મ સાથે સંયોગ સંબંધથી જોડાયેલો છે. કર્મના સંયોગરૂપ આત્મા સંસાર યોગરૂપ છે. કર્મના સંયોગના કારણે પુદ્ગલ (દેહમય) અને પુદ્ગલ સાથેના સ્વભાવરૂપ વિભાવદશારૂપ થવું– રહેવું તે સંસારયોગ છે. કર્મના સંયોગથી મુકત થવું, પુદ્ગલભાવથી રહિત થવું, વિભાવદશાથી રહિત થવું એ મોક્ષયોગ છે. આત્મજ્ઞાન વિના સંસારયોગ છૂટે નહીં. કર્મ-પુદ્ગલના સંયોગથી આત્માની થયેલી અશુધ્ધ દશા અને આત્માની કર્મ પુદ્ગલના સંયોગ વિનાની શુધ્ધ દશા. આ બંને અવસ્થાનું જ્ઞાન થયા પછી જ આત્માને સંસારરૂપ અશુધ્ધ દશામાંથી છૂટવાનું થાય અને સ્વભાવરૂપ શુધ્ધ દશામાં રમવાનું થાય અને પોતાની સ્વભાવદશામાં સ્થિરતારૂપ ધ્યાન પ્રગટ થાય. પરમાંથી અસ્થિર થવું અને સ્વભાવમાં સ્થિર થવું તે ધ્યાન. તેનાથી જ નિર્જરા થવા વડે આત્મહિત થાય. પર સંયોગમાંથી છૂટા થવું અને સ્વગુણરૂપે પ્રગટ થવું તે આત્મહિત છે. આત્મા જેટલો પોતાના ગુણોમાં સ્થિર થાય તેટલા અંશે ધ્યાન ગણાય. આથી આત્માને પોતાના ગુણસ્વરૂપનું જ્ઞાન જરૂરી છે.
આત્માના ગુણો સાથે રહેનારા હોવા છતાં ક્રમસર પ્રગટ થાય. કારણ કે કર્મોથી તે ઢંકાયેલા છે. કર્મોના આવરણ હટયા વિના ગુણો પ્રગટ ન થાય. જ્ઞાન અને દર્શન આ બે ગુણો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના આવરણથી દબાયેલા છે. જેટલા અંશે તે આવરણ દૂર થાય તેટલા અંશે તે ગુણ પ્રગટ થાય. છતાં
નવતત્ત્વ || ૭૫