________________
કીડી આદિ તેઈદ્રિય વગેરે પ્રાણીઓની રક્ષાનો પરિણામ જાગૃત હોય છે. પણ શીતલ વાયુકાયની સ્પર્શના દ્વારા ભાવહિંસા અને વાયુકાયની વિરાધના વડે દ્રવ્યહિંસાનો ઉપયોગ રહેવો દુષ્કર છે. અહીં કાયાની મમતા રૂપ = અનુકૂળતા રૂ૫ ભાવહિંસા છે. સામાયિકના ઉપકરણ પર જેને સમતાનું લક્ષ નથી તેને તે અધિકરણરૂપ બને છે. સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિરૂપ યોગ એ સત્ પ્રવૃત્તિરૂપ છે. તેમાં ગુપ્તિ એ નિવૃત્તિરૂપ છે. સમિતિ એ પ્રવૃત્તિ- નિવૃતિરૂપ છે. સામાયિકમાં દયાસમતાના પરિણામ ન થાય, મમતાના પરિણામ ઘટે નહીં તે સામાયિક નથી. સામાયિકમાં જીવો પ્રત્યે ક્ષમાદિ પરિણામમાં રહેવું, સર્વ જીવોને સમાન દષ્ટિરૂપે જોવા અને પુદ્ગલ સંયોગ–અનુકૂળ-પ્રતિકૂળ યોગમાં ઉદાસીનભાવે રહેવારૂપ ભાવચારિત્ર તેનિશ્ચય ચારિત્ર છે. તેનાથી નિર્જરા થાય. નિર્જરાનું મુખ્ય કારણ સમતા છે. સમતા વિના નિર્જરા ન થાય. જો નિશ્ચય ચારિત્રનું લક્ષ ન હોય તો માત્ર વ્યવહાર ચારિત્રથી પુણ્યબંધ થાય. આથી સામાયિકમાં અંતે પણ તલ્સ भत्ते पडिक्कमामि निंदामि गरिहामि ।
સામાયિક ભાવથી વિપરીત કરવારૂપ ભાવનું પ્રતિક્રમણ કરું છું. પાછો ફરું છું. તે ભાવોની નિંદા–ગહ કરું છું. 'અપ્પાણે વોસિરામિ– કષાયરૂપ થયેલા આત્માને વોસિરાવું છું.
માથા સામારૂપ, ખાં સામાડ્યા છે ! આત્મા સ્વરૂપે સામાયિક જ છે, સામાયિકનું પ્રયોજન પણ તે જ છે. (તસ્વાર્થ વૃત્તિ)
સામાયિક સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ જિનવાણીનું સારભૂત છે. (વિશે. આવ.)
સામાયિક એ ચૌદપૂર્વના અર્થપિંડરૂપ છે આથી 'સામાયિક આદિ મંગલ સામાઈયણ, મંગલ નિહાણે, નિવાણ, પાવિહિત્તિ કાયે, સામાઈયઝયણ મંગલ ભવતિ.'
પાપનો અભાવ એ જ સાચું મંગલ છે. સામાયિક ભાવ તે કષાયના (પાપના) અભાવરૂપ હોવાથી સામાયિક અધ્યયન પણ મંગલરૂપ થાય છે. આથી આત્માની સ્વાભાવિક સામાયિક ભાવરૂપ સમસ્થિતિ પ્રત્યે લઈ જનારા
નવતત્ત્વ || ૭૩