________________
બનશે. કુતૂહલતા, ઉત્સુકતા નહીં હોય આથી જ્ઞાન હું કોઈને બતાવું તેવો પરિણામ નહીં આવે અને દુનિયાદારીનું નિરપેક્ષ જ્ઞાન જાણવાની ઉત્સુકતા પણ નહીં જાગે, પણ આત્મા સ્વરૂપમાં જ્ઞેયને યથાર્થભાવે જાણવાની જિજ્ઞાસા પ્રગટ થશે અને એના દ્વારા પોતાના સમતા–આનંદના સ્વભાવને અનુભવવા તરફ લક્ષ કેંદ્રિત થશે. જ્ઞાનની પરાકાષ્ઠારૂપ જ્યારે કેવલજ્ઞાન પ્રગટે ત્યારે ગંભીરતાપણ પૂર્ણરૂપે પ્રગટ થાય. તેથી કેવલી સ્વમુખે 'હું કેવલી છું' તેવું પણ ન પ્રકાશે. કેવલી જ્ઞાનમાં સામેના જીવનું કલ્યાણ થવાનું જાણે તો જ ઉપદેશ આપે. પૂછેલા પ્રશ્ન જેટલો જ ઉત્તર આપે બાકી મૌનભાવે જ રહે. અર્થાત્ જ્ઞાનગુણ જેમ મોહથી રહિત, શુધ્ધ બનતું જાય તેમ તેમ તેમાં ક્ષમા, સહિષ્ણુતા, સરળતા, નમ્રતા, પ્રસન્નતા, ગંભીરાદિ ગુણોનો વિકાસ થતો જાય. જ્ઞાન પૂર્ણ શુધ્ધ થાય એટલે 'હું' પદ સર્વથા નાશ પામે.
આમ જ્ઞાનના શુધ્ધિકરણથી જીવ સિધ્ધિગતિ તરફ પ્રયાણ કરે અને જ્ઞાનની અશુધ્ધિથી સંસારવૃઘ્ધિ તરફ પ્રયાણ કરે. જ્ઞાનમાંથી મિથ્યાત્વ જેમ જેમ દૂર થાય તેમ જ્ઞાનદષ્ટિ નિર્મળ બનતી જાય અર્થાત્ જ્ઞાન સમ્યગ્ બનતું જાય. શુધ્ધ થયેલું જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટાવવામાં કારણભૂત બને છે. 'રુચિ અનુયાયી વીર્ય.' શાન વડે સ્વરૂપ નિર્ણય થઈ સ્વરૂપની રુચિ પ્રગટે તે સ્વરૂપને પામવા વીર્ય પ્રવર્તમાન થાય છે. જ્ઞાનમાં મોહને ન ભળવા દેવો અને મોહને આત્મામાંથી દૂર કરવો તે જ સ્વગુણ રમણતા–સ્થિરતા—સમતારૂપ નિશ્ચયથી ચારિત્રગુણ છે.
ચારિત્ર નિશ્ચય અને વ્યવહારથી શું ?
જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુધ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે.... (પૂ. મહો. યશોવિજયજી) ચારિત્ર પરિણામ એટલે સામાન્ય રીતે વિશેષ જ્ઞાનરૂપે વસ્તુનો જે યથાર્થ બોધ પરિણામ થાય અને તે બોધ પરિણામમાં જ્યારે મિથ્યાત્વ મોહના અભાવરૂપ અને સમ્યગ્ દર્શનના સદ્ભાવરૂપ શ્રધ્ધાના સ્વતત્ત્વ નિર્ણિત સ્વરૂપમાં રુચિ
નવતત્ત્વ // ૭૧