________________
સ્વરૂપે છે. તે જ જ્ઞાન પરથી કર્મનું આવરણ ખસવાથી જ્ઞાન પ્રકાશ બહાર જેટલા અંશે પ્રગટ થાય અને તે જ્ઞાન પ્રકાશ વડે જે બોધ થાય તે પ્રમાણે તે જ્ઞાન પ્રકાશનો વ્યવહાર જુદા-જુદા નામે કરાય છે. જ્ઞાનને વ્યવહારથી મતિ–શ્રુતઅવધિ—મન:પર્યવ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. તે જ જ્ઞાન સાથે જ્યારે મિથ્યાત્વ ભળે ત્યારે તે જ જ્ઞાન મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાનરૂપ કહેવાય છે. આમ કેવલજ્ઞાનના જ પ્રકાશને વિવિધ ભેદો રૂપે વ્યવહાર કરાય છે અને તેને પ્રગટ કરવા જે સાધના, સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે તેને પણ વ્યવહારથી જ્ઞાન કહેવામાં આવે છે. જેમ કે અક્ષર, પદ, શ્લોક, શાસ્ત્ર, પુસ્તક, આગમ, ભાષા, વાણી આ બધું નિશ્ચય જ્ઞાન પ્રગટ કરવાનું સાધન છે માટે વ્યવહારથી તેને જ્ઞાન પણ કહેવાય છે. આગમને શ્રુત ભગવાન પણ કહેવાય છે. આગમનું નિમિત્ત લઈને આત્મા ભગવાન બની શકે છે.
ભગવતી સૂત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીને, બીજા મંગળ સ્વરૂપે દ્રવ્ય સ્વરૂપે દ્રવ્ય શ્રુતને નમસ્કાર કરવામાં આવ્યો છે. 'નમો બંભીએ લીપીએ.'
સાધ્ય, સાધન અને સાધના– એ ત્રણેનો સ્વરૂપથી ઉપયોગ હોવો જોઈએ. અક્ષર એ સાધન—લિપિરૂપે છે. તેનું ગોખવું, સ્મરણ પાઠ કરવો તે દ્રવ્ય જ્ઞાનરૂપ છે અને તેના અર્થને યાદ કરવા તે ભાવજ્ઞાન કહેવાય.
નિશ્ચયથી શાન એટલે ?
નિશ્ચયથી અક્ષર (એટલે આત્મામાંથી કદી નાશ પામતું નથી એવો) જે આત્માનો જ્ઞાનગુણ પરિણામ તે પરિણામ પ્રગટ કરવામાં જે નિમિત્તભૂત એવી શબ્દ રચના-લીપિને વ્યવહાર અક્ષર કહેવાય. અને તેના વડે કર્મના ક્ષયોપશમ કે ક્ષય થવા વડે વસ્તુ તત્ત્વનો (જ્ઞેયનો) પૂર્ણ રીતે બોધ થવા રૂપ જે જ્ઞાન (અરૂપી) પરિણામ આત્મામાં પ્રગટ થાય તે નિશ્ચયથી શાન છે. (''નીવાત્ ન ક્ષતિ કૃતિ અક્ષરઃ'।) જે કેવલજ્ઞાન આત્મામાંથી કદી નાશ પામવાનું નથી. તેવા કેવલજ્ઞાનને પ્રગટ કરવામાં નિમિત્તભૂત બને તેને અક્ષર કહેવાય. આવી નિશ્ચયદષ્ટિ પ્રગટ કરી વ્યવહારને પામવાનો છે. અર્થાત્ વ્યવહાર પ્રધાન
નવતત્ત્વ || ૬૯