________________
નિશ્ચયથી જ દરેક આરાધના કરવાની છે. નિશ્ચયનો નિર્ણય કરી નિશ્ચય મેળવવા જ વ્યવહાર મૂકેલો છે. આથી જ્ઞાનાચારના કાલે, વિણયે, બહુમાણે– આદિ ૮ વ્યવહાર વડે જ્યારે આત્મામાં મતિ આદિ સમ્યગૂજ્ઞાન જેટલા અંશે પ્રગટ થાય તેટલા અંશે જ્ઞાનાચારરૂપ વ્યવહાર સફળ થયો કહેવાય.
કર્મના ક્ષયથી જે જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાન પરિણામ વડે વસ્તુનો બોધ કરવા કોઈ ઈદ્રિયાદિ સાધનની જરૂર પડતી નથી. આત્મા જ પોતે સ્વયં શેયનો યથાર્થ જ્ઞાતા બની બોધ કરે છે. તે નિશ્ચયજ્ઞાન છે. ક્ષયોપશમથી પ્રગટ થાય તે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન– આ જ્ઞાન જાણવા માટે ઈદ્રિયોની જરૂર ન હોવા છતાં પૂર્ણજ્ઞાન ન હોવાના કારણે માત્ર રૂપ પદાર્થનું પણ મર્યાદાવાળું જ્ઞાન પ્રગટ થાય છે. સર્વજ્ઞના આધારે જ અલ્પજ્ઞાની શ્રધ્ધા પરિણામથી પૂર્ણની શ્રધ્ધા વડે પૂર્ણતાને પામી જાય. સાધનાનું કાર્ય સાધ્યની સિધ્ધિની સાધનામાં સહાયક બનવારૂપ માત્ર હોય છે.
આપણને આપણા નિશ્ચયજ્ઞાન સ્વરૂપનો ઉપયોગ હોય અને સાધનરૂપ જ્ઞાન વડે વીર્ય પ્રવર્તાવવા પુરુષાર્થ ભેળવવા રૂપ સાધના દ્વારા આત્માના શુધ્ધ જ્ઞાન પરિણામ પ્રગટ કરી અનુભવવાનું છે તે લક્ષ્ય જોઈએ. જ્ઞાન ગુણ ક્ષયોપશમ ભાવરૂપ છે. આથી મતિ આદિ ચાર જ્ઞાનની સાથે નિશ્ચય જ્ઞાનનો ઉપયોગ ન હોય તો વ્યવહાર સાધન-સાધનામાંકષાયભાવભેળવી સાધનાને મલિન બનાવી સાધ્ય સિદ્ધિને દૂર ધકેલી દે છે. અર્થાત્ ૨૫–૫૦-૧૦૦ ગાથા યાદ રહી જવાથી કે આગમ શાસ્ત્રો વાંચી જવાથી તેનો બોધ થઈ જવાથી અને બીજાને સમજાવવામાં કુશળતા પ્રાપ્ત થઈ જવાથી અહંકાર પરિણામ પ્રગટ થઈ જાય, જ્ઞાની થવાનો આફરો ચડે – આમ વ્યવહાર જ્ઞાનનો અપચો થાય. આથી નિશ્ચયજ્ઞાનના લક્ષ્ય સહિત વ્યવહારની સાધનાથી કર્મનિર્જરા સુલભ થાય. 1 પરિણત શુદ્ધ થયેલા શાનનો પ્રભાવ
જે જ્ઞાન આત્માની શુધ્ધ-અશુધ્ધ અવસ્થા બતાવી શુધ્ધ તરફ પ્રેરક બને અને જે જ્ઞાન સ્વમાં પરિણામ પામી મોહને મારી આનંદ લૂંટે અને ગંભીર
નવતત્ત્વ || ૭૦