________________
પરિણામ અને પરતત્ત્વરૂપ નિર્ણિત સ્વરૂપમાં હેય–ઉદાસીન પરિણામરૂપ થાય પછી તે તે વસ્તુમાં સાક્ષીભાવ રૂપે રહેવાનો પરિણામ. શુભાશુભમાં રતિઅરિતના કષાય પરિણામ ન ભળવા રૂપ માધ્યસ્થ પરિણામે રહેવું અર્થાત્ પરમાં કર્તા—ભોકતા પરિણામ ન થવારૂપ અને પોતાના સમતાગુણમાં જ કર્તા—ભોકતા પરિણામે રહેલા–રમવારૂપ જે પરિણામો આત્મામાં પ્રગટ થાય તે જ નિશ્ચયથી ચારિત્ર અર્થાત્ સમતારૂપ સામાયિક ચારિત્ર છે. તેને પ્રગટાવવા જ્ઞાની ભગવંતોએ વ્યવહાર ચારિત્ર બે સ્વરૂપે કહ્યું છે. સત્ (યોગ)માં પ્રવૃત્તિ અને અસત્ (યોગ)થી નિવૃત્તિ તેમાં નિશ્ચયથી પ્રથમ સાધ્ય સ્વરૂપ વિધાનરૂપ અને પછી નિષેધરૂપ જિનાજ્ઞા બે સ્વરૂપે છે.
"નિવૃત્તિ ને પ્રવૃત્તિભેદે, ચારિત્ર છે વ્યવહારજી." નિજ ગુણ સ્થિરતા ચરણ તે કહીએ, નિશ્ચય શુધ્ધ પ્રકાર.' ચારિત્ર એટલે : ચા ત્યાગ, અરિ-કષાયરૂપી દુશ્મનથી, ત્ર = આત્માનું રક્ષણ કરવું. સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયા વ્યવહાર તે વ્યવહાર ચારિત્ર છે. 'કરેમિ ભંતે સામાઈય'માં સૌ પ્રથમ સાધ્યરૂપ વિધાનનો સ્વીકાર. 'હું સામાયિક ભાવનો સ્વીકાર કરું છું.' પ્રથમ સાધ્યનો સ્વીકાર કર્યો. સામાયિકભાવની સિધ્ધિમાં બાધક એવી સાવધ પ્રવૃત્તિના નિષેધનું પચ્ચક્ખાણ કરવામાં આવે છે.
સાવધ બે પ્રકારે
(૧) હિંસાદિ પાપ વ્યાપાર રૂપ પ્રવૃત્તિ યોગના ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવી છે.
(૨) બીજા સાવધરૂપે કષાયભાવ નહીં કરવાનું પચ્ચક્ખાણ કરવામાં આવે છે.
પ્રથમમાં દ્રવ્યહિંસાના ત્યાગની પ્રધાનતા છે. બીજામાં ભાવહિંસાના ત્યાગની પ્રધાનતા છે. કષાયભાવથી નિવૃત્તિરૂપ પ્રતિજ્ઞા છે.
સામાયિકમાં પૂંજવા – પ્રમાર્જવા રૂપ સંયમમાં ઉપયોગ હજી રહે તેથી
નવતત્ત્વ // ૭૨