________________
તમામ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો પણ વ્યવહારથી સામાયિક કહેવાય. 3 વૈરાગ્યથી વીતરાગરૂપ ચારિત્રનો વિકાસકમ
ચારિત્ર એ જ્ઞાનયોગના સ્વીકારરૂપ તત્ત્વાનંદ અનુભવરૂપ છે. ૪થા ગુણઠાણે ચારિત્રની રુચિરૂપે વૈરાગ્યભાવ થાય અને પાંચમા ગુણઠાણે વૈરાગ્યભાવ પ્રમાણે કર્મકૃત સંબંધો તથા પુદ્ગલ દ્રવ્યોના સંગથી છૂટવા રૂપ પ્રતિજ્ઞાપૂર્વક દેશવિરતિ છે. ઠ્ઠા ગુણઠાણે કર્મકૃત સર્વસંબંધો (માતા-પિતાદિ) નો તથા પુગલ સંયોગો રૂપ સર્વસંયોગોનો પરિગ્રહ ન કરવારૂપ પ્રતિજ્ઞાપૂર્વક જાવજજીવ ત્યાગ પરિણામપૂર્વક સર્વવિરતિ છે. ૭મા ગુણઠાણે સર્વથા મોહના સંગથી છૂટવા માટે અપ્રમતભાવે પુરુષાર્થવાળા અને વીતરાગતાની પૂર્ણતાનું લક્ષ્ય હોવા છતાં પુરુષાર્થ એક સરખો પ્રબળતાપૂર્વક વૃધ્ધિવાળો પરિપૂર્ણ ન થાય તેથી અંતર્મુહૂર્તમાં પાછા પ્રમાદભાવ તરફ જવાના સ્વભાવવાળા વીતરાગતા મેળવવા મોહની સામે મંડાયેલા યુધ્ધના મોરચામાં હારજીતની અવસ્થાવાળા છે. જ્યારે ૮મા ગુણસ્થાનકથી વીતરાગતા મેળવવાના દઢ નિર્ધાર સાથે ઉત્તરોત્તર વૃધ્ધિ પામતો પ્રચંડ વૈરાગ્ય અર્થાત્ રાગાદિ ભાવોનો ૮માથી ૧૦મા ગુણસ્થાનક સુધી સર્વથા નાશ કરવા દ્વારા વિકાસ પામતાં ૧રમા ગુણઠાણે સંપૂર્ણ મોહને સફળ ન થવા દેવા રૂપે અને તેના પર પોતાનો પૂરો અંકુશ મૂકી તેને જીતી સદા માટે પ્રચંડ પુરુષાર્થરૂપ પ્રવર્તમાન વીર્યના પરિણામથી ક્ષપકશ્રેણીરૂપ વિજય પ્રાપ્ત થાય છે. એટલે કે ૧રમે ક્ષાયિક વીતરાગતા તરફ એક સરખી પ્રગતિ રૂપ પ્રયાણ.
૪થે વીતરાગતાનો અભાવ, પગે પ્રમાદ સહિત આંશિક વિતરાગતા, છું પ્રમાદ સહિત વીતરાગતા, ૭મે ક્ષયોપથમિક વીતરાગતા, ૮મે થી ક્ષાયિક વીતરાગતા તરફ પ્રયાણ અને ૧રમે પૂર્ણતા.
નિશ્ચય ચારિત્ર સમતા, ઉદાસીનતા, તટસ્થતા, માધ્યસ્થ અને પ્રશમભાવરૂપ પરિણામ પ્રધાન છે. જ્યારે વ્યવહાર ચારિત્ર શુભયોગ–ક્રિયા સત્ પ્રવૃત્તિ પ્રધાન છે. નિશ્ચય ચારિત્રનું ફળ કર્મ, કષાય, અને કાયાની મમતાનો અપચય= ઘટાડો થવો અને વ્યવહાર ચારિત્રનું ફળ પુણ્યબંધ છે.
નવતત્ત્વ || ૭૪