________________
ગણાય. પહેલા આંખોથી આકાર પકડાય અને આકારથી નિર્ણય થાય કે આ ઘડો છે. તેથી જેને જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેને દર્શનાવરણીય કર્મ બંધાય. જેને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય તેને સામાન્યથી દર્શનાવરણીયનો ક્ષયોપશમ સંભવે. તેથી જ્ઞાનીઓને ઊંઘ ઓછી હોય. (ઊંઘ દર્શનાવરણીયના ઉદયથી આવે.)
આત્માના વિશેષ ગુણોનો બોધ તે જ્ઞાન છે. છઘસ્થ જીવો ઈદ્રિયો દ્વારા મતિજ્ઞાનરૂપ બોધ કરે તે સામાન્ય બોધ અર્થાત્ છ0ોએ ઈદ્રિયો દ્વારા જ્ઞાન કરવાનું હોવાથી તેમને પ્રથમ સામાન્ય બોધ થાય પછી વિશેષ બોધ થાય. જ્યારે કેવલીઓને પ્રથમ વિશેષ બોધ થાય પછી સામાન્ય થાય. આપણો સામાન્ય બોધ પૂર્ણપણે અઘાતી કર્મના ઉદયથી ઢંકાયેલો છે. તે કેવલ દર્શન પ્રગટ થયા વિના થાય નહીં કારણ કે સામાન્ય જ્ઞાન અરૂપી સ્વરૂપ છે. (અવગ્રહ–ઈહા દર્શન રૂપ છે. અપાય એ જ્ઞાનરૂપ છે.)
વિશેષ ગુણની અનુભૂતિથી પોતાના અસ્તિત્વની પોતાને ખાત્રી થાય. જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી સામાન્ય (દર્શન) અને જ્ઞાન ક્ષયોપથમિક ભાવે હોય. જ્યારે કેવલ દર્શન-કેવલજ્ઞાન ક્ષાયિક ભાવે જ હોય. ચાર જ્ઞાનવાળામાં તરતમતા હોય પણ કેવલીઓમાં જરાપણ તરતમતા ન હોય. છઘસ્થોને ઈદ્રિયો વડે બોધ કરવામાં પરાધીનતાના કારણે અસંખ્ય સમય પસાર થાય જ્યારે કેવલીને એક સમયમાં લોકાલોકનું સર્વ જ્ઞયનું ત્રિકાલિક જ્ઞાન સર્વ પર્યાયથી સહિત એક સાથે થાય. જ્યારે છદ્મસ્થોને એક પદનું પણ જ્ઞાન કરવામાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ લાગે.
શાનાદિ આચારરૂપે પાંચ વ્યવહારો શા માટે?
આત્માના પાંચ લક્ષણો (ગુણો) નિશ્ચય સ્વરૂપે બતાવી તેને પ્રગટ કરવા માટે જ્ઞાનીઓએ જ્ઞાનાદિ પાંચ વ્યવહારો પણ બતાવ્યાં છે. આથી નિશ્ચયથી અને વ્યવહારથી જ્ઞાનનું શું સ્વરૂપ છે? તેનો બોધ હોવો જરૂરી છે. પ્રવૃત્તિ એ વ્યવહાર અને આત્માના શુધ્ધ પરિણામો એ નિશ્ચય છે.
નિશ્ચય જ્ઞાન એ ગુણસ્વરૂપ સદા રહેવારૂપે કેવલજ્ઞાન સ્વરૂપે– અરૂપી
નવતત્ત્વ || ૮