________________
શાન એ આત્માનું પ્રથમ ગુણ લક્ષણ છે. – શાનગુણઃ અનેક વસ્તુ રિતે તિ જ્ઞાનમ્ ! જેનાથી વસ્તુનો બોધ થાય તે જ્ઞાન અને તે બે પ્રકારે. - દર્શન ગુણઃ દરેક વસ્તુમાં બે ધર્મ રહેલાં છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય ધર્મ તે અસ્તિત્વ અને સત્તા (વસ્તુની વિદ્યમાનતા) રૂપે છે. દરેક વસ્તુનો અસ્તિત્વરૂપે બોધ થવો તે દર્શન છે. અર્થાત્ વસ્તુમાં રહેલો સામાન્ય ધર્મનો બોધ થવો તે દર્શન છે. જ્યારે આત્મા વસ્તુનો સામાન્ય બોધ કરે ત્યારે તે (ચેતના) જ્ઞાનગુણને દર્શન ચેતના કહેવાય. તે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. શાક માર્કેટમાં ગયા. વિવિધ પ્રકારના શાક જોયા. કોઈ પૂછે કે શું છે? તો શાક છે એ સામાન્ય જ્ઞાન થયું. તે શાકને જાતિ–નામથી જાણવા એટલે કે આ દૂધી છે, ગલકા છે, ભીંડા છે– તે વિશેષ ભેદથી નામ જુદા-જુદા પડયા તે વિશેષ જ્ઞાન કહેવાય. તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વસ્તુમાં રહેલી વિશેષ અવસ્થાને જણાવે તે જ્ઞાન. આત્મામાં પણ સામાન્ય અને વિશેષ બે ધર્મ છે.
અઘાતી કર્મના ઉદયથી આત્માનુંઅક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ ગુણ ઢંકાય છે તેને સામાન્ય સ્વરૂપ કહેવાય. તે સામાન્ય સ્વરૂપ જેમ આત્મામાં છે તેમ આત્મા સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં પણ છે તેથી તે સામાન્ય સ્વરૂપ કહેવાય. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને તપ એ વિશેષ ગુણો છે, તે આત્મા સિવાય બીજે ક્યાંય હોતા નથી. જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી પ્રગટ થાય છે તેને આપણે સ્વભાવ તરીકે ઓળખીશું.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વગર ન થાય. લખવામાં મશગૂલ હો- એકાગ્ર હોવ ત્યારે બાજુમાં કોઈ બોલતું હોય તો કાનમાં સહેજ અવાજ લાગે તે સામાન્ય બોધ પરંતુ કાન બરાબર રાખીને સંભળો તો વિશેષ બોધ થાય. અમુક વ્યક્તિએ અમુક વસ્તુ કહી. - કોઈપણ ઈદ્રિય દ્વારા સામાન્ય બોધ થયા પછી વિશેષ બોધ થશે. ચેતના એક જ છે પરંતુ વસ્તુના બોધ બે પ્રકારે હોવાથી ચેતના દર્શન અને જ્ઞાન બે પ્રકારે
નવતત્ત્વ || ૬૭