________________
ગુણવાન કહેવાય છે. આત્મા = અતિ સતત ઋતિ જ્ઞાના િપયાના સ્વભાવમાં સતત ગતિશીલ તે આત્મા અથવા પોતાના જ્ઞાનાદિ ગુણપર્યાયમાં સતત ગતિ કરનાર તે આત્મા. n નિશ્ચય અને વ્યવહારને આશ્રયીને આત્માના ત્રણ લક્ષણો છે.
(૧) ચેતના લક્ષણો જીવ (૨) ઉપયોગ લક્ષણો જીવ (૩) પ્રાણને ધારણ કરે તે જીવ.
પ્રથમ બે નિશ્ચયને આશ્રયી લક્ષણ છે. તે અવ્યભિચારી લક્ષણ છે. ત્રીજુ લક્ષણ વ્યવહારથી પુદ્ગલરૂપ દ્રવ્ય પ્રાણોને આશ્રયીને છે, તેમાં પણ આત્માની મુખ્ય ચેતના જ્ઞાનશક્તિ અને વીર્યશકિત પ્રધાન છે. ચેતના શક્તિ બે સ્વરૂપે. જ્ઞાન અને દર્શન રૂપે. જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય, એ અપેક્ષાએ તે વ્યભિચારી લક્ષણ છે. દ્રવ્ય પ્રાણી પણ સિધ્ધમાં ન હોય તેથી તે પણ સદા ન હોય તે અપેક્ષાએ એ વ્યભિચારી લક્ષણ છે.
દરેક જીવમાં ગુણોનો અંશ ખુલ્લો હોય છે. सव्व जीवाणंपि अक्खरस्स अणंतभागो निच्चुग्घाडिओ जइ पुण सोडवि आवरिज्जा तेण जीवो अजीवत्तं पाविज्जा
(નંદીસૂત્ર) સૂમ અપર્યાપ્તનિગોદના જીવમાં પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન ખુલ્લું હોય છે. જો તે જ્ઞાન પણ કર્મથી આવરાઈ જાય તો જીવ, અજીવપણાને પામી જાય. નિગોદના જીવને અવ્યકતરૂપે (અસ્પષ્ટ) જ્ઞાન ખુલ્લું હોવા છતાં તે જ્ઞાન શેયને જાણવાની ક્રિયા કરી શકવા સમર્થ થતું નથી.
દરેક જીવોના નાભિ કમળ આત્માના મધ્ય ભાગના આઠ રૂચક પ્રદેશો સંપૂર્ણ ખુલ્લાં હોય, ત્યાં કોઈ પણ કર્મનું આવરણ નથી. એ અપેક્ષાએ દરેક જીવમાં, આત્માના આશીક બધા ગુણો અલ્પાંશે તો શુધ્ધ સ્વરૂપે ખુલ્લાં જ છે, અને તેથી જ જીવને અંશની અપેક્ષાએ સિધ્ધ સ્વરૂપ માનવામાં આવે છે.
નવતત્ત્વ || ss