________________
આત્માનું લક્ષણ શું ?
ગાથા-૫
નાણં ચ દેસણ ચેવ, ચરિત્ત ચ તવો તહા | વિરિય ઉવોગો ય, એએ જીવમ્સ લક્ષ્મણું III જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ – એ જીવના લક્ષણો છે.
જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. ધૂમાડાથી અગ્નિ ઓળખાય, ધજાથી મંદિર ઓળખાય. પ્રતિમાના માધ્યમે લોકાંતે રહેલા પરમાત્માના દર્શન કરવાના છે. પ્રવૃત્તિ એ વ્યવહાર અને પરિણામ નિશ્ચયરૂપ છે.
'જિહાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવિ જાણ્યું, તિહાં લગે ગુણઠાણું ભલું ક્રિમ આવે તાણ્યું."
(૫. મહો. યશોવિજયજી મ.સા.)
જેના વડે વસ્તુના હેતુ—ચિહ્ન કે લિંગ ઓળખાય તે લક્ષણ. દા.ત. ગાયનું લક્ષણ ગોદડી છે પણ શીંગડા નહીં. શીંગડા—આંચળ તો ભેંસ–બકરી આદિમાં પણ હોઈ શકે તેથી તે લક્ષણ ન કહેવાય.
જે લક્ષણ જે દ્રવ્ય માટે બાંધ્યું હોય તે સંપૂર્ણ તેમાં ઘટતું હોવું જોઈએ, અને અન્ય બીજા કોઈ દ્રવ્યમાં ન હોવું જોઈએ. આથી જ્યાં જ્યાં તે લક્ષણ હોય તેમાં તે દ્રવ્યનો નિર્ણય થાય. જેમ ધૂમાડો જ્યાં પણ દેખાય ત્યાં પ્રગટ કે અપ્રગટ પણ અગ્નિનું અનુમાન થાય. ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ નથી કારણ કે ઉષ્ણતા અગ્નિ સિવાય સૂર્યતાપમાં પણ છે.
વસ્તુ ઓળખવી એટલે વસ્તુ સત્ પણે અસ્તિત્વરૂપે સમજાય તે. વસ્તુ એટલે કે દ્રવ્ય પદાર્થ દરેક વસ્તુ તેના ચોક્કસ ગુણધર્મ કે સ્વભાવથી અન્ય દ્રવ્યથી જુદી પડે છે. આત્મા એક દ્રવ્ય છે, વસ્તુ છે, આત્માના પાંચ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ લક્ષણો છે. વસ્તુનો સ્વભાવ–ગુણ કે ધર્મ તેનાથી ધર્મ વસ્તુ
નવતત્ત્વ | પ
=