________________
વાત બેસે તો સમ્યગ્દર્શનનો અંશ પ્રગટ થયો કહેવાય. જે પોતાના જ્ઞાનાદિ ગુણોમાં રમે તે જ આત્મા ચારિત્રમાં આવ્યો કહેવાય.
સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે વસ્તુનો સ્વીકાર કરવો તે જ આસ્તિકય છે. 'મારા આત્મદ્રવ્ય કરતાં કોઈ ઊંચું તત્ત્વ નથી' એવું પોતાના આત્મદ્રવ્યનું મહત્ત્વ બહુમાન હોવું જોઈએ. પોતાનો આત્મા વહાલો ન લાગે તો તેના પ્રત્યે પ્રેમ આવ્યો ન કહેવાય. જ્યાં પ્રેમ ત્યાં રુચિપૂર્વકનો પુરુષાર્થ સહજ થાય.
આખા દિવસમાં આત્મા માટે મહેનત કેટલી ! અને પરદ્રવ્ય માટે મહેનત કેટલી ! જ્યારે આત્માને પોતાના આત્મા પર બહુમાનભાવ આવશે ત્યાર પછી જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે સાચું બહુમાન આવશે. એ આત્મા માટે તારક બનશે. નહીં તો એ બહુમાન ભાવ પણ સ્વાર્થના ઘરનો થશે. જે આત્માને ધર્મતત્ત્વ બરાબર સમજાઈ જાય તેને ખાતા—પીતાં, સુતાં, લગ્નની ચોરીમાં, રાજસિંહાસન પર, પત્નીને શણગારતાં પણ કેવલજ્ઞાન થઈ શકશે. કારણ કે એ સતત ધ્યાનમાં જ છે. અર્થાત્ પરથી છૂટવાનું અને સ્વગુણોમાં સ્થિર થવાનું લક્ષ કરીને તંદ્ગત પ્રવૃત્તિરૂપે આત્મવીર્યનું પ્રવર્તમાન થાય ત્યારે ધ્યાન વિશુધ્ધ બની નિર્જરારૂપ બને.
ધર્મધ્યાનના ૪ પ્રકાર
આશાવિચય : વિચય = વિચારણા. આજ્ઞાની વિચારણા 'તત્ત્વ પરિચય કર' તત્ત્વચિ, તત્ત્વ સ્વીકાર એ પહેલી આશા.
(૧)
(૨)
અપાયવિચય : આત્માના હિતનું જેનાથી અનર્થ થાય તેની વિચારણા. કષાયોથી આત્માને કેવો અનર્થ થાય તેની વિચારણા.
(૩) વિપાક વિચય : શુભાશુભ ફળની વિચારણા. પ્રશસ્ત કષાયથી પુન્યાનુબંધી પુન્ય. અપ્રશસ્ત કષાયથી પાપાનુબંધી પુન્ય વગેરે.
(૪) સંસ્થાન વિચય : ૧૪ રાજલોકની વિચારણા. કર્મના ફળને ભોગવવા જીવને જુદા દેહ સંસ્થાન (આકારમાં) ગોઠવાવું પડે, ૧૪ રાજલોકમાં
નવતત્ત્વ / ૬૩