________________
a આત્માની બે અવસ્થા (૧) શુધ્ધ અવસ્થા સિધ્ધાવસ્થા = કર્ણરહિત અવસ્થા. (૨) અશુધ્ધ અવસ્થા કર્મ-કાયા–કષાયવાળી સંસારાવસ્થા
આત્માના મૂળ સ્વભાવમાં ન રહેવું તે આત્માનું અહિત.
આત્મા પોતાના ગુણોનો અંશથી પણ અનુભવ કરી શકે તે આત્માનું હિત છે.
તત્ત્વથી ધ્યાન પાંચમા ગુણઠાણે આવે. બીજ સ્વરૂપે ચોથા ગુણઠાણે આવે.
આત્માના શુધ્ધ અને અશુધ્ધ સ્વરૂપની રુચિપૂર્વક નિર્ણય થયો તે જ સમ્યગદર્શન છે. માત્ર પ્રભુના વચનમાં શ્રધ્ધા એમ ન ગોખો પણ પ્રભુએ શું કહ્યું છે એ પણ સાથે વિચારો. ધર્મના સ્થાનમાં ધર્મની ક્રિયામાં પણ માનની જરૂર પડે તો તે કઈ રીતે ચાલે? મોક્ષ આત્મામાં પડ્યો છે તે ક્ષણે ક્ષણે નિર્ણય થવો જોઈએ. મારો આત્મા સત્તાએ શુધ્ધ છે અને તે શુધ્ધ થઈ શકે તેમ છે. પરંતુ આપણો પુરુષાર્થ કર્મ છોડવાનો કે બાંધવા માટેનો છે? બહુ બહુ તો અશુભ કર્મના બદલે શુભ કર્મ બાંધો પણ કર્મનિર્જરાનું પ્રધાન લક્ષ જોઈએ. 3 નવતત્વ શા માટે ભણવાના?
આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય અને આત્મા સંસારમાં વિરાગસુખની મસ્તી અનુભવે માટે નવતત્ત્વ ભણવાનું છે. આત્મા સંસારની અનુકૂળતામાં ઉદાસીન અને પ્રતિકૂળતામાં સમાધિમાં રહી શકે. દુઃખમાં સમાધિ રહે તો નવા કર્મો ન બંધાય.
સમ્યગદર્શન નવતત્ત્વના બોધથી થાય. આત્માનો સમ્યગુદર્શન ગુણ મિથ્યાત્વના આવરણથી ઢંકાયેલો છે. સમ્યગદર્શન આવે એટલે મોક્ષ પ્રત્યે અગાધ રાગ. ઉંઘમાં પણ મોક્ષ જ ગમે.
ચારિત્ર વગર એક પણ વસ્તુ ઉપાદેય નથી અને તો જ મોક્ષ મળે આ
નવતત્વ || ૨