________________
जीवाई नव पयत्थे, जो जाणइ तस्स होइ सम्मतं । માવેજ સાંતો અથાણાવિ સમ્મત્ત પ૧
(નવતત્વ) (૨) ભાવ સમ્યકત્વઃ પરમાત્માએ કહેલા તત્ત્વો પ્રત્યે શ્રધ્ધા થાય તો તેનો પરિચય કરે. જીવતત્ત્વને જીવ તરીકે અને અજીવતત્ત્વને અજીવ તરીકે પ્રતિતી રૂપે સ્વીકારી તેમાં હેય-ઉપાદેયનો ભાવ આવવો જોઈએ. જીવતત્ત્વ ઉપાદેય છે અને અજીવ તત્ત્વ હેય છે. આથી જીવમય બનવાની રુચિ અને અજીવપણાના ત્યાગની રુચિ થવી તે ભાવ સમ્યકત્વ છે.
જીવતત્ત્વ આપણા માટે ઉપાદેય બને તે માટે અનીતિ ન કરાય. આપણા જીવનમાં જેટલી જરૂરિયાત તેટલું કરીએ તો નીતિ બાકી બધું અનીતિ.
તમારા આત્માની સાક્ષીએ વ્યવહારિક જીવનમાં જે જરૂરી તે નીતિનું બાકી બધું નીતિથી કમાતા હો તો પણ અનીતિ કહેવાય.
જિનાજાની આરાધના ત્રણ રીતે કરવાની
પ્રથમ જિનની માન્યતાના સ્તર પર આવો, પછી સ્વીકારના સ્તર પર આવો અને પછી યથાશક્તિ પાલનના સ્તર પર આવવાનું છે.
જિનાજ્ઞાનો અંતરથી સ્વીકાર કરો – માટે જ અનીતિ ન કરાય, ન જ કરવી જોઈએ પણ કમનસીબે સત્ત્વ નથી કાં તો સંયોગો એવા છે કે અનીતિ કરવી પડે છે, મારી કચાશ છે. પાપનો સાચો એકરાર હોય તો માર્ગમાં છે – તો નિર્જરા થઈ શકે.
ઉલટાનું કલિકાળમાં આ તો કરાય જ, આના વગર ન ચાલે. આ વિધાન તે મિથ્યાત્વ છે. તેનાથી સંસારમાં ભટકવું પડે. ખોટું કમાયા પછી એવો સંતોષ પણ નથી માનવાનો કે હું થોડું દાન પણ કરું છું ને?
વાસ્તવિક રીતે સમજીને ધર્મ કરો તો ધર્મનું ફળ ધર્મ જ મળે. એટલે વર્તમાનમાં પણ ચિત્તની સમાધિ મળે.
નવતત્વ // ૬૧