________________
રીતે? ઉપદેશપદમાં પૂ. હરિભદ્ર સૂરિ મહારાજે ખુલાસો કરેલ છે કે સંયમનો સ્વીકાર કર્યા પહેલાં કે સમકિતની પ્રાપ્તિપૂર્વે જે આત્માએ નિકાચિત કર્મો બાંધી લીધા હોય અને પછી તે નિકાચિત કર્મોનો રસ તોડી ન શક્યા હોય, તો કાળ પાકે ત્યારે તે કર્મો ઉદયમાં આવી જાય તો આવું બને. ટૂંકમાં નિકાચિત કર્મના ઉદયથી જ ૧૪ પૂર્વે પાછા પડે છે. એનો અર્થ એ કે કર્મને નિકાચિત ન થવા દેવું. તેથી જિનેશ્વરે મિથ્યાત્વને દૂર કરવાની વાત પ્રથમ કહી. '
મિચ્છ પરિહરહ.' પ્રભુએ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં અધ્યાપાલકના કાનમાં સીસાનો રસ નાખેલો તે છેલ્લા ભવમાં ઉદયમાં આવ્યો. નંદન ઋષિના ભવમાં સમ્યગૂજ્ઞાનપર્વક માસક્ષમણો કરવા છતાં આ કર્મ તૂટ્યું નહીં પણ તેનો રસ તોડી નાંખ્યો. તેથી આ કર્મ છેલ્લે ઉદયમાં આવ્યું. પ્રભુ કર્મોને ખપાવવા અનાર્ય દેશમાં ગયા પરંતુ એના કરતાં પણ જટીલમાં જટીલ કર્મો ઉદયમાં આવ્યા. સંગમે એક જ રાતમાં ૨૦–૨૦ ઉપસર્ગો કર્યા તો પણ પ્રભુ સમતામાં રહ્યાં. છેલ્લે નિકાચિત કર્મના ઉદયે પ્રભુને ખીલા ઠોકાયા ત્યારે પ્રભુ કાઉસ્સગ ધ્યાનમાં હતા. જ્યારે ખીલા સાણસીથી કાઢયાં ત્યારે પરમાત્મા સમતામાં હતા. પરંતુ શરીરથી દ્રવ્ય વેદના સહન ન થઈ તેથી ચીસ પડાઈ ગઈ પણ નવું કર્મ ન બંધાયું. . શાન અને ક્રિયા બને ભેગા થાય તે ધ્યાન
જ્ઞાન અને ક્રિયા એ જ ધ્યાન રૂપે બને અને એ જ આત્મહિતનું કારણ બને. ધ્યાનથી આત્મહિત થાય અને આત્મા પરથી છૂટો થાય. સાંધવા માટે જેમ સોય+દોરો બંને જરૂરી તેમ જ્ઞાન+ક્રિયાની જરૂર છે. પરમાં સ્થિર ન થવાય.કારણ કે પર' વસ્તુ પોતે જ અસ્થિર છે. આપણે પર' સાથે જોડાઈએ છીએ એટલે અસ્થિર થઈએ છીએ.
જ્ઞાન કર્મોને કાપવાનું કામ કરે છે. તેથી જ્ઞાનનું મહત્ત્વ છે. જ્ઞાન એ જ મોટો તપ છે. તપ કર્મોને ખપાવે છે માટે તપ કરવો જોઈએ. જ્ઞાન પરિણામ શુધ્ધ કરે ત્યારે તપનું કાર્ય કરે. જ્ઞાનધ્યાન કરવું એટલે જ્ઞાન બને ધ્યાન. જ્ઞાન ધ્યાનનું કારણ બને માટે ધ્યાન જ્ઞાન વિના ન થાય.
નવતત્વ // ૫૯