________________
અભિલાષ થાય તે પહેલાં નહીં. તે જ રીતે ચરમાવર્તનો અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ પસાર થાય પછી જ તે મોક્ષ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી શકે તે પહેલા નહીં.
મરુદેવા માતા અચરમાવર્તનો મોટા ભાગનો કાળ સૂક્ષ્મનિગોદમાં પસાર કરી ત્યાંથી બાદર નિગોદમાં આવી, ત્યાંથી પ્રત્યેક વનસ્પતિને પામી ત્યાંથી મનુષ્યભવ પામીને સીધા મોક્ષે ગયા. બાદર નિગોદમાંથી સીધા જ મનુષ્યભવમાં જઈમોક્ષે જઈ શકે નહીં. અર્થાત્ સમક્તિ પામવા પૂર્વેનો સઘળો ચરમાવર્ત સુધીનો કાળ નિગોદમાં પસાર કર્યો. વિકસેન્દ્રિયમાંથી આવેલો મનુષ્યનો આત્મા તે જ ભવમાં મોક્ષે ન જઈ શકે, સાધુપણું લઈ શકે પણ કેવલજ્ઞાન ન થાય.
- સંક્રામ અવગાહના અને અસંક્રામ અવગાહનાના કારણે નિગોદના જીવોના ગોળા એકબીજામાં સમાઈ જાય. જ્યાં સુધી આત્મા કર્મને આધીન છે, ત્યાં સુધી સંકોચ અને વિકાસનો સ્વભાવ રહેવાનો.
ઔદારિક શરીર વધુમાં વધુ ૧૦૦૦યોજન સાધિક લાંબુ હોઈ શકે. તેવું લાંબુ શરીર માછલાનું ૧ હજાર યોજન હોય અને સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ કમળનું સાધિક હજાર યોજન હોય છે. સ્વયંભૂરમણ સમુદ્ર ૧000 યોજન ઊંડો સમુદ્ર છે.
૫૦૦ ધનુષ્યની કાયાવાળા મહાવિદેહના શરીરવાળા જો નિગોદમાં જાય તો શરીરનું સંકોચન થાય ને ? આત્મા શરીરમાં અંગુલના અસંખ્યાતાભાગ પ્રમાણમાં સમાઈ જાય.
પોતાના આત્માને પીડા નથી આપવી તો તે જ લક્ષથી બીજાના આત્માને પીડા નથી આપવી. જો બીજાને પીડા આપીએ તો પોતાના આત્માને જ પીડા થાય. આમ વિચારીએ તો આત્મામાં દયાની અનુભૂતિ થાય. તેથી સંસારમાં રહેલો આત્મા અગ્નિની જેમ રહે અને સંસાર વધારે જ નહીં. મિથ્યાત્વ જેવું જગતમાં કોઈ પાપ નથી. B ૧૪ પૂર્વી નિગોદમાં કયા કારણે જય?
૧૦થી ૧૪ પૂર્વધર નિયમા સમક્તિધારી જ હોય છતાં આવા આત્માઓ મિથ્યાત્વના ઉદયે સમક્તિથી પડે તો નિગોદમાં પણ જઈ શકે. પરંતુ તે પડે કઈ
નવતત્વ || ૫૮