________________
અનુકંપા આવે તો નિર્વેદ થાય અને તો જ સંવેગ અને સમભાવ આવે.
આપણા આત્મામાં દયાનો પરિણામ આવે તો ધર્મની શરૂઆત બહુ સહેલી છે. પછી બીજા જીવની પીડામાં તમે નિમિત્ત નહીં બનો. આપણા આત્માની દયા લાવવા માટે આપણા ઈતિહાસને વિચારવો પડે કે ભૂતકાળમાં આપણું અસ્તિત્વ કયાં હતું?
એક બાજુ આત્માને નિશ્ચયથી સિધ્ધ સ્વરૂપે વિચારવાનો છે અને વ્યવહારથી આત્માની અનુકંપા કરવાની છે. સિધ્ધ સ્વરૂપ નથી મળ્યું તેથી આત્મા કર્મથી ખરડાયેલો છે. કર્મ છે તેથી ચાર ગતિ છે. વ્યવહારથી તમે શાતા પૂછો છો. વાસ્તવમાં સમાધિમાં છો? એમ પૂછવાનું છે વાંદણા સૂત્રમાં દિવસો વઈકતો? જરા બે જવરિ જજંચ ભે. આપની સંયમયાત્રા સુખરૂપ ચાલુ છે? દિવસ સારી રીતે પસાર થયો? ઈદ્રિયની અસમાધિ તો નથી ને?
આત્મા અરૂપી છે. સમાન સ્વભાવ (વિચાર) વાળા ભેગા થાય તો ગાડું બરાબર ચાલે. અસમાન સ્વભાવવાળા ભેગા થાય તો કલેશ થાય.
આત્મા અરૂપી છે અને કર્મ રૂપી. બને ભેગા થાય એટલે રૂપારૂપ એટલે સુખ ન મળે પરંતુ પીડા જ મળે. તે રીતે શાતાની પીડા ભોગવી રહ્યાં છીએ તેમ કહેવાય.
અસંખ્ય શરીરો ભેગા થાય અને ઈદ્રિય કે શરીરથી અનુભવાય તે બાદર કહેવાય. બાદર-જાડું સ્થૂલ નામ કર્મના ઉદયથી શરીર મળે. અરૂપી આત્માને શરીરમાં પૂરી રૂપી બનાવવો તે નામકર્મનું કામ છે. નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે.
સંસારી આત્મા એટલે હરતી ફરતી જેલ. આપણો આત્મા કુલ ૧૫૮ કર્મની બેડીઓથી = જંજીરોથી બંધાયેલો છે છતાં આપણને કોઈ ચિંતા નથી.
સ્થાવર નામકર્મનો ઉદય થાય એટલે ગતિ નામકર્મઉદયમાં આવે. તિર્યંચગતિ ઉદયમાં આવે. નિગોદનું આયુષ્ય બાંધ્યું હોય તો તિર્યંચગતિ નામકર્મ ઉદયમાં આવે. સૂમ નામકર્મ બાંધ્યું હોય તો સૂક્ષ્મ નિગોદમાં આપણા આત્માને મૂકી દે.
નવતત્વ // પદ