________________
અનંતા જીવોનો જન્મ એક સાથે થાય, આહાર પણ એક સાથે, શ્વાસોચ્છવાસ પણ એક સાથે, મૃત્યુ પણ એક સાથે થાય તેથી તેમને સાધારણ નામ આપ્યું.
જ્યાં પાણી હોય ત્યાં બાદર નિગોદ હોય.' નાં તત્વ વાં પછી પાણી જ્યાં સ્વચ્છ હોય ત્યાં પણ બાદર નિગોદ હોય. પાણી સ્વચ્છ ન હોય ત્યાં તો ખૂબ જ નિગોદ હોય. તિસ્કૃલોકમાં અસંખ્ય દીપ–સમુદ્રો છે. દેવોની વાવડીમાં પણ પાણી છે.
૧૪ રાજલોકમાં સૂક્ષ્મ જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. ૧૪ રાજલોક માં એવું એક પણ સ્થાન નથી જ્યાં પૃથ્વી, અપુ, તેલ, વાયુ અને સૂક્ષ્મ વનસ્પતિ ન હોય. ૧૪ રાજલોકમાં જ્યાં જ્યાં પોલાણો છે ત્યાં ત્યાં બાદર વાયુકાય હોય છે. સૂક્ષ્મ નિગોદમાં પણ સૌથી ઓછા પ્રકાશવાળું અર્થાત્ અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન–જે કેવલજ્ઞાનના અંશરૂપ જ છે. આથી જ નિગોદ = નિકૃષ્ટ – એટલે અત્યંત ગોદ (સ્થાન). જ્ઞાનનું સૌથી અલ્પ સ્થાન જેને છે તે નિગોદ સૂમ કાયા અને સૌથી વધુમાં વધુ પીડાનું સ્થાન છે.
સૌથી ઓછામાં ઓછું જ્ઞાન નિગોદના આત્મામાં છે. છતાં ત્યાં પીડા વધુમાં વધુ છે. તેથી 'શાન સુખની ખાણ છે, દુઃખ ખાણ અશાન.' જે વધારે જાણે તે વધારે દુઃખી એવી આપણી માન્યતા ખોટી છે. સમ્યગુજ્ઞાનનો જેટલો અભાવ તેટલું દુઃખ વધારે, મિથ્યાજ્ઞાન જેટલું વધારે તેટલું દુઃખ વધારે. સમ્યગુ જ્ઞાન વિના કોઈ આત્મા વાસ્તવિક સુખી ન બની શકે. જેમ જ્ઞાન ઓછું તેમ પીડા વધારે. કર્મ રૂપી છે તેથી અવધિજ્ઞાની પીડાને જોઈ શકે.
પૂર્વે પરમાત્મામાં કેવલીના વચનથી શ્રધ્ધા થઈ પછી સાચા અણગાર બન્યા. પોતાનામાં શાસન પ્રસરાવ્યું પછી શાસ્ત્ર ચક્ષુથી જગતના જીવોની જન્મ-મરણની ભયંકર પીડા જોઈ અંતરમાં કરુણાનો પરિણામ પ્રગટ થયો. તેથી ભાવના ભાવી કે જે હોવે મુજ શક્તિ એસી, સવિ જીવ કરું શાસન રસી.' આમ વિશુધ્ધ સમક્તિની હાજરીમાં તીર્થકર નામકર્મ નિકાચે.
નવતત્ત્વ || ૫૪