________________
તરીકે સ્વીકારવા છતાં જીવવિજ્ઞાન - જીવ સંખ્યાનું જ્ઞાન તેઓ સ્વીકારતા નથી. તેને નિરુપયોગી માની અવગણના કરવા વડે મિથ્યાત્વને ભજે છે. તેથી તેમનો સ્થાપેલો ધર્મ એકાંતથી યુક્ત હોવાથી તે મિથ્યાદર્શન કહેવાય છે.
સામાન્ય સ્વરૂપથી અને વિશેષ ગુણ સ્વરૂપથી સર્વ જીવો એક પ્રકારના હોવાથી સર્વ જીવોને સમાન સ્વરૂપવાળા જોવાથી સમદષ્ટિ પ્રગટ થાય. પણ તે જ જીવો કર્મને આધીન થવા વડે, કર્મકૃત તેમની થયેલી વિવિધ વિપરીત સ્વભાવાદિવિષમતા જોઈ આપણને તેમના પ્રત્યે વિષમભાવ–રાગ-દ્વેષાદિ ભાવો પ્રગટ થાય, જે આપણા સામાયિક (સમભાવ)ને ખંડિત કરે. આથી દરેક જીવોમાં નિશ્ચયથી તેની શુધ્ધ સિધ્ધ સમાન સ્વરૂપ અવસ્થા પર સમદષ્ટિ રાખી અને કર્મકૃત અવસ્થા પર કરુણાદષ્ટિ રાખી ઔચિત્ય વ્યવહાર કરવા વડે આપણે સામાયિક ભાવની રક્ષા–વૃધ્ધિ, શુધ્ધિ કરવી જોઈએ. આથી કર્મક્ષય કરવા સર્વ જીવરાશિનું જ્ઞાન જરૂરી છે. "સર્વ જતુ હિતકરણી કરૂણા, કર્મ વિદારણે તીક્ષણહૈ.'
(પૂ. આનંદઘનજી) ૧૪ રાજલોકમાં અસંખ્યાત નિગોદના ગોળા ભરેલા છે. તેમાંથી એક જ ગોળો લેવાનો, વ્યવહાર રાશિમાં જે સંખ્યા અત્યાર સુધીમાં બહાર આવી તેમાં અનંતોકાળ પસાર થયો. તે વ્યવહાર રાશિમાં આવેલ સંખ્યા એક ગોળાના અનંત ભાગે જ છે.
એક આત્માસિધ્ધ થાય એટલે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી પોતાનો વિકાસ કરી શકે.
નિગોદના સૂક્ષ્મ જીવોનું જ્ઞાન અરિહંત પરમાત્માએ કેવલજ્ઞાન દ્વારા જાયું અને દેશના વડે ભવ્ય જીવો આગળ તેના પ્રકાશ કર્યો.
જ્યાં સુધી સિધ્ધ ન બનીએ ત્યાં સુધી એક આત્માની પીડા આપણા કારણે ઊભી છે તેનું પાપ ઊભું જ રહે છે. સિધ્ધનું ઋણ ચૂકવવા સિધ્ધ થવું પડે. તેથી આપણે સુખી થઈએ. કોઈની પીડામાં નિમિત્તભૂત થતાં બંધ થઈએ, તો આપણો આત્મા પણ સંપૂર્ણ પીડામુક્ત બને.
નવતત્ત્વ // પર