________________
जन्म जरामरणमाघैः पीडितमालोक्य विश्वमनगारा । निःसगत्वं कृत्वा ध्यानार्थे भावना जग्मुः॥
(આચારાંગ)
સર્વ સંસારી જીવોને પીડાથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય 'અણગાર' થવું.
પરમાત્માએ પૂર્વે સર્વજ્ઞના વચન ઉપર શ્રધ્ધા કરી તે સર્વ જીવોને તે પીડામય અવસ્થાથી મુક્ત કરવાના મનોરથની ભાવના રૂપે 'સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના ભાવી. તે ભાવનાને સફળ કરવા માટે સર્વ જીવોને અભયદાન આપવા રૂપ સંયમ ધર્મ સ્વીકારી, શ્રધ્ધા સંવેગપૂર્વક દઢતાથી પાલન કરી તેના ફળ સ્વરૂપે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, સર્વજ્ઞભાવ પ્રગટ કર્યો. તે સર્વજ્ઞભાવમાં હવે સાક્ષાત્ સૌથી વધારે દીર્ઘકાળ સુધી ઘોરાતિઘોર જન્મ-મરણાદિ વેદનાથી પીડિત લોકને જોઈ તે પીડામાંથી સર્વથા મુક્ત થવાનો ઉપાય કહ્યો. અણગાર ધર્મને સ્વીકારી, નિઃસંગતાની સાધના કરવા વડે સર્વથા નિઃસંગતારૂપ સિધ્ધતાને સાધી. આગાર = ઘર. ભવ–જન્મરૂપી ઘરનો ત્યાગ કરી, અર્થાત્ હવે સ્વયં જન્મ ધારણ કરવો પડે નહીં અને કોઈને જન્મ આપવો નહીં. એક ઘર સ્વરૂપ કાયા આવી એટલે એને સાચવવા બીજું ઇંટ ચૂનાવાળું ઘર આવ્યું. કોઇને જન્મ ન આપવા રૂપ ક્ષમાપ્રધાન- સાધુપણારૂપ નિઃસંગતારૂપ ધર્મની સાધના કરી સિધ્ધતા પામ્યા.
સૂક્ષ્મ જીવોની શ્રધ્ધા કરવી દુર્લભ
જો સૂક્ષ્મ જીવલોકરૂપ નિગોદ જીવોની શ્રધ્ધા થઈ જાય તો દુર્લભ મનુષ્યભવની કિંમત સમજાય. સમગ્ર ૧૪ રાજલોક સૂક્ષ્મ નિગોદના અસંખ્ય ગોળાથી વ્યાપ્ત છે. એક અંગૂલના અસંખ્યાતમા ભાગમાં આકાશપ્રદેશમાં એકનિગોદ અવગાહેલ છે, તેટલી જ અવગાહનામાં બીજી અસંખ્યાતી નિગોદો અવગાહેલી છે. એક એક નિગોદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગોળાની ઉત્પતિ થાય છે. આમ કુલ અસંખ્યાતા ગોળા અને એક એક ગોળામાં અસંખ્યાતા નિગોદ એક નિગોદમાં જીવોની સંખ્યા ૮મા અનંતની છે. તેમાંથી આપણો આત્મા આ નવતત્ત્વ || ૫૦