________________
મનુષ્યભવ સુધી પ્રગતિ કરીને આવ્યો છે. ભૂલ કરીને પાછો પણ તે સ્થાનમાં જઈ શકે છે. સૂક્ષ્મજીવો પર અપૂર્વ શ્રધ્ધા વિના કરુણાનો વિષય ન બને.
આમ એકેન્દ્રિય જીવોના મુખ્ય બે ભેદ. સૂક્ષ્મ તથા બાદર તથા બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય એના ત્રણ અને પચેદ્રિયના સંશી અને અસંશી મળીને ૨ કુલ ૭ ભેદ થાય. તે ૭ના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કુલ ૧૪ ભેદ થાય. એક સૂક્ષ્મ જીવ અપર્યાપ્ત હોય તેની નિશ્રાએ બીજા અનંતા જીવો પર્યાપ્ત હોય. જ્યારે બાદરમાં એક પર્યાપ્તનિગોદના જીવની નિશ્રાએ બીજા અનંતા અપર્યાપ્ત જીવો હોય.
જ્યારે બાકીના ચાર (પૃથ્વી આદિમાં) એક બાદર પર્યાપ્તની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા અને સૂક્ષ્મ અપર્યાપ્તાની નિશ્રાએ બીજા અસંખ્યાતા પર્યાપ્તા હોય છે.
આ સૂક્ષ્મ ગહન જીવવિજ્ઞાન સર્વજ્ઞ સિવાય કોણ બતાવી શકે? અને કોણ તેની શ્રધ્ધા પણ કરી શકે? એક પણ જીવદ્રવ્ય પ્રત્યેની શ્રધ્ધાના અભાવમાં સમ્ય દર્શન શુધ્ધ ન થાય, તેના વિના આત્માના કોઈપણ ગુણનો વિકાસ ન થાય. સમપરિણામ–વીતરાગભાવ–સર્વજ્ઞભાવસિદ્ધત્વ ક્રમશઃ પછી જ પ્રગટ થાય. a જીવ વિષે અને સર્વશ વિષે અન્ય દર્શનકારોનો મત - વૈશેષિક દર્શનઃ સર્વ પરથતુ વા મા વા તત્ત્વનિષ્ઠ તુ પતુ!
कीट सङ्ख्या परिज्ञानं तस्य न: क्वोपयुज्यते ॥ ઈશ્વર બધા પદાર્થોને જાણે કે ન જાણે ઈષ્ટ પદાર્થને જાણે એટલું બસ છે. જો ઈશ્વર કીડાની સંખ્યા ગણવા બેસે તો શું કામનો ? | સર્વ નાનાતિ તિ સર્વજ્ઞ : સર્વજ્ઞની આ વ્યાખ્યાને બદલે સર્વ જાણે કે ન જાણે, ઈષ્ટ માત્ર જાણે, આ તેમની વ્યાખ્યા ખોટી છે. - બૌદ્ધદર્શન – આનંદાદિ પોતાના શિષ્યને કહે છે – 'વીર પ્રભુ સર્વજ્ઞ છે. હમણા અહીં હું શું કરું? શું બોલું છું? શું વિચારું છું? તે સર્વ તેઓ જાણે છે. પણ અધ્યાત્મ જગતમાં કીડાની સંખ્યાનું જ્ઞાન શું કામનું?" આમ વીર પ્રભુને સર્વજ્ઞ
નવતત્વ // ૫૧