________________
ફરી નિગોદમાં ગયેલો આત્મા કેટલો કાળ રહી શકે ?
સમ્યક્ત્વ પામેલો આત્મા નિગોદમાં જાય તો ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત ત્યાં રહે અને વધુમાં વધુ ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે. સમક્તિ પામ્યા વગરનો આત્મા નિગોદમાં જાય તો વધુમાં વધુ અઢી પુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે.
સૂક્ષ્મ જીવને અકામ નિર્જરા થાય પછી સૌથી પહેલા બાદર એકેંદ્રિયનું આયુષ્ય બાંધે. બાદર જીવ સીધો મનુષ્યનું આયુષ્ય બાંધી શકે. દા.ત. મરુદેવા માતાનો આત્મા નિગોદમાંથી નીકળી બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાંથી મનુષ્યનો અવતાર પામેલ.
એક નિગોદના શરીરમાં આઠમા અનંત જેટલા અનંતા આત્માઓ પૂરાઈને રહેલા છે. ૧૪ રાજલોકમાં સમાય તેવા આત્મપ્રદેશવાળો એ આત્મા નિગોદમાં પૂરાઈ ગયો. નરકમાં વ્યક્ત દુઃખ છે જ્યારે નિગોદમાં નરક કરતાં પણ અનંત દુઃખ અવ્યક્તપણે રહેલું છે. એક ૧૦×૧૦ની રૂમમાં કેટલા જણા સુખેથી રહી શકે ? તેમાં જો ૫૦–૧૦૦ જણા ભેગાં થાય તો જબરદસ્ત ગૂંગળામણ થાય. નિગોદમાં તો અનંતા આત્મા ભેગાં થાય.
ટ્રેઈનમાં એકબીજાને અથડાય તેમાં પરસેવો, પિત્ત–ગરમી થાય. અંદર લાય બળે. ત્યારે તેમને અડીને જે રહેલા હોય તેના પ્રત્યે દ્વેષ થાય. અહીંનિગોદમાં અનંતા આત્માઓ અનંતા કાળ સુધી રહ્યાં. સુખનો રાગ પડેલો છે માટે દ્વેષ આવે છે. આપણો આત્મા અનંતો કાળ રાગદ્વેષના જોરદાર સંકલેશ સહન કરીને આવ્યો છે.
સાતમી નરકમાં જે વેદના ભોગવી તેનાથી અનંત ગુણાકાર રૂપે વેદના નિગોદના જીવને હોય છે. અનંતો કાળ આત્મા અવ્યવહાર રાશિમાં રહી આવ્યો. પછી દીર્ઘકાળ વ્યવહાર રાશિમાં એકેંદ્રિયાદિ ભવમાં ભમીને આવ્યો. અહીં આવ્યા ત્યારે સ્વાત્માએ કેટલી પીડા ભોગવી અને કેટલી પીડા જગતના જીવોને આપી તે વિચારતાં ચારિત્ર લેવાનું મન થઈ જ જાય. વિશુધ્ધ અધ્યવસાયની શ્રેણી પર ચઢે તો કેવલજ્ઞાન સુધી પહોંચી શકે.
નિગોદમાંથી નીકળેલો જીવ જ્યારે ચરમાવર્ત્તમાં આવે પછી જ તેને મોક્ષનો
નવતત્ત્વ // ૫૭