________________
જૈન શાસનમાં એક પણ ક્રિયા (યોગ) ધ્યાન વગર નથી. કાજો લેવો એ પણ ધ્યાન રૂ૫ છે. માટે કાજો કાઢતાં–કાઢતાં પણ કેવલજ્ઞાન પામે. દાંડાનું પડિલેહણ કરતાં-કરતાં પણ ધ્યાન આવે અને તેમ કરતાં પણ કેવલજ્ઞાન પામે.
કોરું જ્ઞાન ધ્યાનરૂપે નથી બનતું ક્રિયાની જરૂર પડે છે. તલવાર ધારવાળી હોય પણ હલાવો નહીં તો કાપવાનું કામ ન કરે. a ચરમાવર્ત કાળમાં જ આત્મ સન્મુખ અને આત્મ વિકાસ
ચરમાવર્તમાં આવવા માટે અકામ નિર્જરા અને કાળ અસર કરે છે. ચરમાવર્ત કાળ = મોક્ષ પ્રગટાવવા માટે ૧ પુદ્ગલ પરાવર્તકાળ બાકી. અહીં સુધી આવ્યો તે પહેલાં આત્માએ અનંતાનંત પુદ્ગલ પરાવર્તકાળ સુધી ભવોમાં ભટકતાં અનિચ્છાએ કષ્ટો દુઃખો સહન કરવારૂપ અકામનિર્જરારૂપ પુરુષાર્થ કર્યો.
જેમ પત્થર પર્વત પરથી ગબડે, નદીના પ્રવાહમાં આવે, અથડાઈ–કૂટાઈ અને ગોળ બને તેમ આપણો આત્મા પોતાની ઈચ્છા વગર સહન કરતો જાય. તેમ કરતાં કરતાં કર્મલઘુતા થવા વડે જીવ ચરમાવર્તામાં આવે.
ચરમાવર્તમાં જીવ નથી આવ્યો ત્યાં સુધી દ્રવ્યથી નિરતિચાર ચારિત્રની સાધનાથી નવ રૈવેયક સુધી અનંતીવાર ગયો છે.
'આત્મ વિકાસ થવો એટલે સમ્યકત્વાદિ ગુણ સન્મુખ બનવું.' મુક્તિનો અષ આવે તો જ આત્મા શરમાવર્તામાં આવ્યો કહેવાય. સંસારના સુખો તથા સુખના ઉપાય તરફ તીવ્ર રાગ હોય ત્યાં સુધી તેને મુક્તિ પ્રત્યે દ્વેષ સંભવે છે. સમ્ય દર્શન પામવા માટે અપૂર્વ પુરુષાર્થ કરવો પડે.
સમ્યગ દર્શનના બે વિભાગ દ્રવ્ય સમ્યગદર્શન અને ભાવ સમયગુદર્શન. દ્રવ્ય સમ્યકત્વઃ 'જિન વચન' એ જ તત્ત્વ છે. એવી શ્રધ્ધાને દ્રવ્ય સમ્યકત્વ કહેવાય. તેથી જ નવતત્ત્વ ભણવાના છે. આત્માએ તત્ત્વ પરિચય કરવાનો છે.
નવતત્વ // so