________________
નિગોદના જીવને તથા ૪ સૂક્ષ્મ (પૃથ્વી, અપુ, તેલ, વાયુ) ને હોય છે.
चउद्दसपुव्वी आहारगा य मणनाणी वीयरागाय
हुंति पमाय परवसा तयणंतरमेव चउगइआ।
મન:પર્યવજ્ઞાની તેમ જ ચૌદ પૂર્વીઓ પણ પ્રમાદવશ નિગોદમાં જાય છે. અને અનંતકાળ નિગોદમાં રહે છે.
નિગોદમાં દુઃખ કેટલું છે?
૭મી નરકના ૩૩ સાગરોપમ આયુષ્યના સર્વસમય પ્રમાણ અસંખ્યાતા ભવ ૭મી નરકમાં ઉત્પન્ન થાય, તે જીવોને જે છેદન ભેદનાદિ દુઃખ થાય છે તે સર્વ દુઃખથી અનંતગણું દુઃખ નિગોદના જીવને હોય છે. અથવા મનુષ્યની ૩ ક્રોડ રોમરાજીમાં દેવ ૩ ક્રોડ સોય તપાવી એક સાથે ચાપે તેનાથી અનંતગણી વેદના નિગોદના જીવને હોય.
તેના દુઃખનું કારણ: ઈદ્રિયોને અગોચર એવા સૂક્ષમ નિગોદના સૂક્ષમ સ્થાવરનામ કર્મના ઉદયે સૂકમ શરીરમાં અસંખ્ય પ્રદેશવાળો જીવ (આત્મા) સંકોચાય છે. તેના એક એક પ્રદેશ પર અનંતાનંત કાર્મણ વર્ગણાના થરના થર જામેલાં છે તેથી ચેતનાદિ ગુણશક્તિ અત્યંત દબાઈને રહેલી છે. તેથી જીવમાં અત્યંત મૂંઝવણ રૂપ તીવ્ર વેદના થાય. વળી અનંતજીવો સાથે એક શરીરમાં પૂરાઈને રહેવું પડે તેથી ઘર્ષણની મહાદના રૂપ દુઃખ અનુભવાય છે અને જીવો સાથે પરસ્પર અવ્યક્ત દેષ કરવારૂપ તીવ્ર સંકલેશ = દુઃખ અનુભવે છે.
આત્માની શક્તિ અચિંત્ય છે. સંપૂર્ણ ૧૪ રાજલોકમાં એક જીવ પોતાના અસંખ્ય આત્મપ્રદેશોને ફેલાવી શકે છે, તે જ કર્મને પરાધીન બનેલો જીવ સમગ્ર ૧૪ રાજલોકમાં અસંખ્યાત આકાશપ્રદેશોમાં ઠાંસી ઠાંસીને ભરાયેલા સૂક્ષ્મ જીવરૂપે ઉત્પન્ન થઈને નિરંતર પરસ્પર સંઘર્ષની પીડાને ભોગવે છે અને એક શ્વાસોચ્છવાસ પ્રમાણ કાળમાં સતત ૧ળા ભવો કરી, જન્મમરણના દુઃખોને ભોગવી દીર્ઘકાળ સુધી આ અવસ્થામાં રહે છે.
નવતત્વ //૪૯