________________
જીવાદિ તત્ત્વોની શ્રધ્ધા કરવી તે સમ્યક્ત્વ છે. સર્વજ્ઞ પ્રભુએ કેવલજ્ઞાનમાં જે જીવોનું સ્વરૂપ જોઈને કહ્યું તે જીવોની જીવ તરીકે શ્રધ્ધા કરવી તે દુષ્કર છે. જે જીવો ત્રસ સ્વરૂપે હલનચલનાદિ ક્રિયા કરતા હોય તેમાં હજી શ્રધ્ધા થાય પણ જે જીવો તેની હલનચલનાદિ ક્રિયા કરતા દેખાતા નથી અને અતિ સૂક્ષ્મ છે, ઈદ્રિયોનો પણ વિષય બનતા નથી તેમાં શ્રધ્ધા થવી અતિ દુષ્કર છે.
આથી અહીં જીવોના ૧૪ પ્રકાર બતાવતાં પ્રથમ એકેદ્રિયના બે ભેદ બતાવે છે. સૂક્ષ્મ અને બાદર જીવો સૂક્ષ્મ પણ નથી અને બાદર પણ નથી. જીવો અરૂપી છે પણ રૂપી પુગલ એવા કર્મ દ્રવ્યના સંયોગ સંબંધના કારણે તે રૂપી બન્યો છે. જીવ જ્યારે કર્મના ગાઢ આવરણથી ગ્રસિત-પરિગૃહીત થાય છે ત્યારે તેમાં ચેતનાદિ ગુણ અધિક દબાવાના કારણે જીવને અત્યાધિક અવ્યક્ત- વ્યક્ત પીડા ઉદય પામે છે. અધિકમાં અધિક પીડા ભોગવવાનું સ્થાન સૂક્ષ્મ નિગોદ છે.
जं नरए नेरइया दुहाई पावंति घोरणंताई । तत्तो अनंतगुणियं निगोअमज्ज्ञे दुहं होई ॥
| (વૈરાગ્ય શતક) ૭મી નરકના આત્મા ૩૩ સાગરોપમના આયુષ્યમાં ૫ ક્રોડ, ૮ લાખ, ૯૯ હજાર, ૫૮૪ રોગોની પીડાને અનુભવે છે. તથા બીજા નારકો વડે વીંછી વિ. વિદુર્વા એક બીજા પર ફેંકવા સંબંધી વેદના વગેરે જે દુઃખ અનુભવે છે તે અલગ.
"કાલ અનત નિગોદ ધામમાં, પુદ્ગલ સંગ રહિઓ, દુ:ખ અનંત નરકાદિકથી, તું અધિક બહુવિધ સહિઓ."
(પુગલ ગીતા) ૭મી નરકમાં મનુષ્ય અને માછલાં જ જાય. સ્ત્રી ઠ્ઠી નરક સુધી જઈ શકે. ૩૩ સાગરોપમના કેટલા સમયો તે તમામ સમયોનો જે સરવાળો થાય એટલા ભવોનું જે દુઃખ તેનાથી અનંતગણું દુઃખ નિગોદનો એક જીવ ભોગવી રહ્યો છે. સૌથી અધિક વ્યક્ત દુઃખ ભોગવવાનું સ્થાન ૭મી નરકમાં મનવાળાને હોય. અવ્યક્ત દુઃખ સૌથી અધિક મન વિનાના સૂક્ષ્મ તથા બાદર જીવ તરીકે
નવતત્વ ||૪૮