________________
0 કેશીગણધરના શિષ્ય ગૌતમબુદ્ધના પતનનું કારણ રસગારવ.
ગૌતમબુધ્ધનો જન્મ પરમાત્માના જન્મ પહેલા દસ વર્ષ પહેલા થયેલો છે. પરમાત્માની જેમ ચૈત્ર સુદ ૧૩ના તેઓ જન્મ્યા છે. ગૌતમ બુદ્ધ કેશી ગણધરના શિષ્ય બન્યા. બિહારમાં પાંચ પહાડો છે. ત્યાં ગુફામાં તેઓ રહેતા. એક વાર તેઓ નદી પાસેથી પસાર થઈ રહ્યા હતા. નદીના કાંઠે માછલીઓ પડેલી હતી. તેથી કેશી ગણધરને વિનંતી કરી કે આ મરેલી છે તો તેને ખાવામાં વાંધો નહીં. મિથ્યાત્વનો ઉદય થયો. કેશી ગણધર કહે કે મરેલી નહીં પણ રાંધેલી પણ ન ખવાય. કારણ કે તેમાં જીવોત્પત્તિ થતી જ હોય છે. રસગારવના કારણે ગૌતમબુધ્ધ જુદા થયા અને ચીન બાજુ જઈ સાધના કરી. બૌદ્ધ ધર્મની સ્થાપના કરી મરેલા પ્રાણીને ખાવામાં વાંધો નહીં એવું બૌદ્ધ ધર્મમાં નક્કી થયું.
પરમાત્માની આજ્ઞા છે કે સચિત્ત ન વાપરવું. વાપર્યા વિના સંયમ–સ્વાધ્યાય-સમાધિન ટકે તો અચિત્ત જ વાપરવું. આરંભ–સમારંભ કર્યા વિના સહજ રીતે જે અચિત્ત મળતું હોય તેવું જ અચિત્ત વાપરવું. દા.ત. ખજૂર, સીંગદાણા, દાળિયા, ગોળ-ઘી, પાકું કેળું... તે શક્ય ન હોય તો પરિણામ સાધવા સચિત વસ્તુ અચિત્ત કરીને વાપરવી.
મિથ્યાત્વનો કેવો પ્રભાવ કે ગૌતમબુધ્ધ વીર પ્રભુને સર્વજ્ઞ તરીકે સ્વીકારવા છતાં સર્વજ્ઞનું વચન સ્વીકારતા નથી.
ચારેય ગતિમાં રહેલા જીવો આત્મામાં રહેલા સુખને છોડી ઈદ્રિયથી મળતા કાયાના સુખ માટે પરિભ્રમણ કરે છે.
આત્માનું સુખ જ જોઈએ છે અને શરીરનું સુખ નથી જોઈતું એવો નિર્ણય થાય તો ચાર ગતિની રખડપટ્ટી બંધ થાય. અથવા ૨–૩ ભવમાં છૂટકારો થાય.
સંસારની રખડપટ્ટી બંધ કરવા માટે સાધુપણું બતાવેલું છે. કર્મે આપેલું સુખ નથી જોઈતું. પુણ્યના ઉદયે મળે તો પણ ભોગવવું નથી. આવો નિર્ણય કરી કણે આવે તેને હોંશથી ભોગવી લેવા છે.
નવતત્વ || ૪૬