________________
ભવ કપાય.
જ્યાં સુધી સિધ્ધાવસ્થા ન મળે ત્યાં સુધી જીવને દ્રવ્ય—ક્ષેત્ર—કાળ ભાવની અસર હોય છે.
જીવો પાંચ પ્રકારે
જીવો પાંચ પ્રકારે છે. પાંચ પ્રકાર પીડા ભોગવવા માટેના છે. પણ પાંચમા પ્રકારમાં જે સંશીપણામાં મનુષ્યભવ પામી પરમ પુરુષાર્થ કરે તે પીડાથી મુક્ત થાય.
ત્રસ જીવો ઈચ્છા મુજબ હલનચલન કરી શકે છે. આ પુણ્યપ્રકૃતિ આત્માને પાપકર્મ બાંધવામાં વધુ નિમિત્ત બનશે. કારણ સુખ મેળવવા દોડશે. મોક્ષ મેળવવા ત્રસપણું જરૂરી છે. ત્રસપણાનો ઉપયોગ મોક્ષની આરાધના માટે કરવાનો છે.
આત્મા કેવલજ્ઞાનના પ્રકાશવાળો છે છતાં આવરણના કારણે તેના પાંચ પ્રકાર છે. જેમ જેમ જ્ઞાન ચેતના ખૂલે તેમ તેમ એકેંદ્રિય, બેઈંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેંદ્રિયપણાની પ્રાપ્તિ થાય. ઈંદ્રિય વધે તેમ જ્ઞાન વધે પણ સમ્યક્ત્વની હાજરી ન હોય તો કર્મબંધ વધે. ઈંદ્રિયોના કારણે જીવના પાંચ પ્રકાર પડ્યા છે. જેટલી ઈંદ્રિયો વધારે તેટલી જ્ઞાન ચેતના વધારે. સૌથી ઓછી ચેતના અંકેદ્રિયને છે. તેઓ પ્રાયઃમૂર્છિત અવસ્થામાં જીવતાં હોય છે. બેઈદ્રિયાદિનો જેમ ઈંદ્રિયોની બોધ વધે તેમ વિષયો ભોગવવાની મેળવવાની વૃત્તિ વધતી જાય. દુઃખ અનિચ્છાએ સહન કરવામાં અકામ નિર્જરા પણ વધે તેથી અસંજ્ઞી પંચેદ્રિય જીવ અકામ નિર્જરાથી દેવલોક સુધી પણ જઈ શકે. એકેંદ્રિય જીવથી ચઉરિંદ્રિય જીવો દેવલોકમાં કે નરકમાં પણ જઈ શકતા નથી તેથી જ સંજ્ઞી પંચદ્રિય જીવ મિથ્યાત્વ કષાયની હાજરીમાં રૌદ્રધ્યાનથી ૭મી નરક સુધી જઈ શકે અને સમ્યક્ત્વાદિ ગુણની હાજરી વડે અનુત્તર વિમાન સુધી જઈ શકે. સમક્તિ આદિ ગુણ પરિણામ જ્ઞાનની સાથે વધે તો નિર્જરા પણ વધે.
પુણ્યના ઉદયમાં વૈરાગ્ય, વિરક્તિ અને વીતરાગતાનો વિકાસ હોવા છતાં આત્માની સ્વતંત્રતામાં તે પુણ્ય બંધનરૂપે બને છે. અનુત્તર વિમાનવાસી
નવતત્ત્વ // ૪૪