________________
પૂરાયેલા દેહમાંથી નીકળવાનું મન થાય ત્યારે સમ્યગ્ દર્શન થાય.
નવતત્ત્વ ભેદજ્ઞાન કરવા માટે જ ભણવાનું છે. મારા આત્માની અંદર મારે રમવું છે. આ નિર્ણય કરીને રહેવું છે.
જગતની ચિંતા છોડીને પોતાની ચિંતા કરીને પોતાનામાં આત્મરમણતા કરવી મોહને તોડવાનો ઉપાય તત્ત્વના બોધ વિના નથી.
કાયાની માયા—મમતાનો જ્યાં સુધી સંપૂર્ણ સંબંધ છોડે નહીં ત્યાં સુધી કાયા લઈ કાયા માટે દ્રવ્ય—ભાવ દિશામાં ભટકવાનું ઊભું રહેશે.
૧૮ દ્રવ્ય દિશા
મેરુપર્વત લોકની મધ્યમાં છે. ત્યાંથી બધી દિશાની ગણતરી કરવાની છે. ૧૮ દ્રવ્યદિશા : પૂર્વાદિ ૪ મૂળ + વાયવ્યાદિ ૪ વિદિશા + ૮ આંતરાની દિશા + ઉર્ધ્વ + અધો
-
ww
-
—
૧૮ ભાવ દિશા
૧૮ ભાવદિશા : મનુષ્યભવ આદિમાં ભટકવું તે ભાવદિશા છે.
૪ મનુષ્યની દિશા : કર્મભૂમિ, અકર્મભૂમિ, ૫૬ અંતર્દીપ, સંમૂર્છિમ.
૪ તિર્યંચની દિશા : બેઈંદ્રિય, તેઈંદ્રિય, ચઉરિદ્રિય, પંચેંદ્રિય
૪ એકેંદ્રિયની દિશા : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય
૪ વનસ્પતિકાયની દિશા : મૂળ, અગ્રબીજ, સ્કંધ અને પર્વબીજ. ૨ દિશા : ઉર્ધ્વ દેવગતિ અને અધો નરકગતિરૂપ દિશા
આચારાંગ શાસ્ત્રમાં વીરપ્રભુ જણાવે છે કે જીવનો મોટા ભાગના જીવોને હું કઈ દિશામાંથી આવ્યો છું તેનું જ્ઞાન હોતું નથી. શુધ્ધ એવા સિધ્ધનો આત્મા પરિભ્રમણ કરતો નથી. અશુધ્ધ એવો કર્મ સહિત આત્મા જ ૧૮ દ્રવ્ય દિશા અને ૧૮ ભાવદિશામાં કર્મ–કાયા અને કષાયને વશ બની રખડપટ્ટી કરે છે.
કેવલીના આત્માઓ મોહથી સંપૂર્ણ રહિત હોય તેમને મનનો ઉપયોગ ન હોય, તેથી પરિભ્રમણ ન કરે. જ્ઞાનમાં જેવું લાગે તેવું કરે. મનના ઉપયોગથી
નવતત્ત્વ // ૪૨