________________
ઔદારિક વૈક્રિય શરીરને ભોગવવાની અભિલાષા થાય.
આત્મા પોતાના ગુણોને ભોગવતો નથી માટે એ પરમાં જાય છે. પર ઘરમાં જે ઘૂસે એ માર ખાય તેમ અહીં પણ આત્મા માર ખાય છે. સાધન મળ્યું છે એનો સદુપયોગ કરવામાં ન આવે તો સાધના નિષ્ફળ જાય. ભવિષ્યમાં અને સાધન ન મળે. કેવલી ભગવંતોએ સાધના કાળમાં ૯મા ગુણઠાણે વેદના ઉદયનો ક્ષય કર્યો. સાધન હોવા છતાં પણ એ આત્મા અવેદી છે. | સામાન્યથી પુરુષને જે વેદની પીડા હોય તેના કરતાં સ્ત્રીને વેદની પીડા આઠ ગણી અને નપુંસકને તેનાથી વધારે પીડા હોય. સિધ્ધના આત્માને કોઈ પ્રકારનો વેદ નથી તેથી વેદના ભોગવે નહીં કારણ લિંગ રહિત થઈ ગયા છે.
ગૌતમસ્વામી જેને દીક્ષા આપે છે તે પ્રાયઃ કરીને કેવલજ્ઞાન પામે. પરંતુ દેવશર્માને સ્વસ્ત્રી પ્રત્યે તીવ્ર રાગ હતો તેથી આખનો દુરુપયોગ કર્યો. આખ ગુમાવી ત્યાં જૂ તરીકે ઉત્પન્ન થયો. અર્થાત્ પુરુષપણાનો ત્યાગ કરી નપુંસકપણે તેઈદ્રિય જીવ થયો અર્થાત્ મન, આંખ અને કાન એમ ત્રણેય ઈન્દ્રિયો ગુમાવી.
જેમ વેદની વેદના વધારે તેમ આત્મા પદ્રિયથી નીચે ઊતરતો જાય. ભવનપતિથી માંડીને બીજા દેવલોક સુધી જ દેવી હોય.
મનુષ્યમાં પણ જે સંમૂર્છાિમ મનુષ્યો છે તે બધા જ નપુંસક છે. તેઓ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અપર્યાપ્ત અવસ્થામાં જ કાળ કરી જાય. - ગર્ભજ પુરુષથી મનુષ્ય સ્ત્રી ૨૭ ગણી અધિક હોય.
ગર્ભજ તિર્યંચ પુરુષથી તિર્યંચ સ્ત્રી ૩ ગણી અધિક હોય. દેવ પુરુષથી સ્ત્રી ૩ર ગુણી અધિક હોય. મનુષ્ય સ્ત્રી – સખ્યાત કોટાકોટી (અઢી દ્વિીપમાં) તિર્યંચ સ્ત્રી – અસંખ્યાત ગુણી (પ્રતિ દ્વીપ – સમુદ્રમાં હોય) દેવ સ્ત્રી – અસંખ્યાત ગુણી (ભવન-વ્યંતર-જ્યોતિષ- સોધર્મઈશાનના દેવલોક સુધી)
નવતત્વ || ૪૦