________________
અવેદી એવો આત્મા કર્મના વિપાક ભોગવવા લિંગ ધારણ કરવા વડે વેદના ભોગવે છે.
નપુંસકલિંગ એ સૌથી વધારે વેદના—પીડા ભોગવવારૂપ અવસ્થા છે. નગરદાહ સમાન જલદી ન બુઝાય. સ્ત્રીવેદ તેનાથી ઓછી વેદના, બકરીની લીંડીના અગ્નિ સમાન, બાળો તો બળે. પુરુષવેદ સૌથી અલ્પ વેદના રૂપ તૃણના અગ્નિ સમાન છે, તરત બળે. આથી નપુંસકવેદવાળા જીવો સૌથી વધારે દુઃખી છે.
-
એકેંદ્રિયથી માંડી અસંશી પંચદ્રિય, સંમૂર્છિમ મનુષ્યો તથા ગર્ભજ મનુષ્યોમાં પણ અમુક જીવો જન્મથી નપુંસક તથા પાછળથી કૃત્રિમરૂપે પણ નપુંસક થાય. તથા ગર્ભજ પંચેન્દ્રિયમાં પણ નપુંસક વેદવાળા જીવો થાય. માત્ર દેવગતિમાં કોઈ જીવ નપુંસક વેદવાળા ન હોય ત્યાં બે જ વેદ હોય. નરકમાં નપુંસકવેદનો જ ઉદય હોય.
નપુંસક વેદ બાંધવામાં મુખ્ય કારણ પુદ્ગલ ભોગવૃત્તિની અધિકતા, આસક્તિથી ભોગવવાનો જે ભાવ. તે જ્યારે તીવ્રભાવે પરિણમે ત્યારે પાંચે ઈંદ્રિયના વિષયમાં તૃપ્ત ન થતા શરીરને ભોગવવાની વૃત્તિ ઊભી થાય તેથી વેદ કર્મ બંધાય.
અતિ વિષયાસક્તિથી નપુંસક વેદ બંધાય. કાંઈક અલ્પ આસક્તિથી સ્ત્રીવેદ બંધાય, તેનાથી અલ્પ આસક્તિથી પુરુષવેદ બંધાય. વેદનો સંપૂર્ણ ઉદય ૯મા ગુણઠાણે જાય.
સાતમે આઠમે ગુણ સ્થાનકે વેદના ઉદયનો નિમિત્તકાળ એક સમયનો આવે ત્યાર પછી ઉપશાંત થાય. તે સિવાયનાને અધિક કાળ પણ વેદનાનો ઉદય આવે. વેદના ઉદયવાળા જીવો પણ વેદના કારણે કરુણાપાત્ર બને છે. માટે અવેદીપણાને પ્રાપ્ત કરવાનો ને વેદના ઉદયને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. છઠ્ઠું સાતમે વેદનાને નિષ્ફળ કરવાના પ્રયત્નમાં હોય.
વેદના ઉદયથી ઔદારિક પુદ્ગલ ભોગવવાનો ભાવ થાય છે. અર્થાત્
નવતત્ત્વ // ૩૯