________________
આત્મા એક પ્રકારે બતાવ્યો. કર્મના આવરણના કારણે જીવને સંખ્યાતા (ત્રસ), અસંખ્યાતા (સ્થાવર) અને અનંતા (નિગોદ) સાથે રહેવાનું થાય.
સિધ્ધને નમસ્કાર કરતી વખતે ઉપયોગ આવવો જોઈએ કે સમગ્ર જીવસૃષ્ટિ સત્તાએ સિધ્ધ છે. તેમને નમસ્કાર કરું તો આઠમા અનતે (સમગ્ર જીવસૃષ્ટિના) સિધ્ધ પરમાત્માને એક સાથે નમસ્કાર થઈ જશે.
ફક્ત સિધ્ધને નમસ્કાર કરી ઉપયોગ મૂકો કે સિધ્ધશીલાની ઉપરે - લોકાંતે રહેલા સિધ્ધોને નમસ્કાર કરું છું તો પાંચમે અનંતે રહેલા સિધ્ધ પરમાત્માને એક સાથે નમસ્કાર થઈ જાય. 1 સ્થાવરકાયના જીવો કેટલાં?
આચારાંગની નિયુક્તિમાં કહ્યું છે કે – પૃથ્વીકાયના જીવોને ૧–૧ જુદા જુદા ગોઠવી દઈએ તો અસંખ્ય ૧૪ રાજલોક ભરાય. – પૃથ્વીકાય પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો.
જે જીવોને આહારાદિ જેટલી પર્યાપ્તિ હોય તેટલી પૂર્ણ કરે તે પર્યાપ્ત જીવો. જેટલી પર્યાપ્તિ હોય તેટલી પૂર્ણ ન કરે તે અપર્યાપ્ત જીવો. એક પર્યાપ્ત જીવ જોડે અસંખ્યાતા અપર્યાપ્તા જીવો હોય.
એકેદ્રિયને ૪ પર્યાપ્તિ અને ૪ પ્રાણ હોય. પર્યાપ્તિ કુલ છ છે. આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન
એકેઢિયને ૪પર્યાપ્તિ આહાર, શરીર, સ્પર્શનેંદ્રિય, શ્વાસોચ્છવાસ હોય. ૪ પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે તો અપર્યાપ્તજીવ કહેવાય. એક પર્યાપ્ત જીવની વિરાધના સાથે અસખ્યાતા અપર્યાપ્તા જીવોની વિરાધના થાય છે.
અઈમુત્તા મુનિએ સાધુપણામાં અપૂકાયની વિરાધના કરી વિચારમાં ચડ્યા કે હું અનાદિથી છું. અનંતા ભવો કરીને આવ્યો છું. અનંતા ભવમાં મારા આત્માને સમ્ય જ્ઞાન ન હોવાથી કેટલાય જીવોની વિરાધના કરી હશે? અત્યારે પરમાત્માનો યોગ છે. સાધુ જીવન છે છતાં આટલી ભૂલ થઈ તો ભૂતકાળમાં
નવતત્વ // ૩૭