________________
સ્થાવર જીવોનું જ્ઞાન થવાથી અપરિણત આત્માને અકળામણ થાય અને પરિણત આત્મા સાવધાન થઈ જાય. અપરિણત આત્માવિચારે કે ખવાય-પીવાય કઈ રીતે?બધે પાપ જ છે તેથી તે ધર્મથી ગભરાય અને પરિણત આત્મા ધર્મમય બને 0 ત્રસ જીવોના વિચાર કરતાં કોલેજીયન કન્યા સંયમ માર્ગ:
એક કોલેજીયન કન્યા જીવવિચાર ભણી-ગામડામાં પરણી – ગેસ ન હતા. છાણામાં ત્રસ જીવો જોયાં. હાથ ધ્રુજવા મંડયો. સાસુ કહે ગભરાવાની જરૂર નથી હજી પણ મન થતું હોય તો પ્રભુનો માર્ગ ખુલ્લો છે. ખુશીથી સિધાવો – કન્યાએ સંયમ લઈ લીધું.
કમસેકમ બિનજરૂરી જીવોને ત્રાસ ન આપીએ અને અનુમોદના તો ન જ કરીએ. અનુમોદનાનું પાપ મોટું છે.
કદાચ કાયરતાના કારણે પંખાને ન છોડી શકાય તો પણ પંખામાં સુખ નથી પણ પીડા છે. અને પંખાથી મળતી શીતળતા ભોગવવાથી અશાતા વેદનીય કર્મ બંધાય એમ વિચારીએ તો પણ કર્મબંધમાં ફરક પડે. જ્યાં પવન આવતો હોય ત્યાં પણ અનુમોદના ન થાય. વાયુકાયના જીવો આપણા શરીરને અડી જાય તો બિચારાને કેટલી કિલામણા થાય? એમ વિચારવાનું નિશ્ચયથી આત્મા શુધ્ધ ગણાય. પરંતુ આત્માને કર્મનું અનાદિથી સંયોગ સંબંધરૂપ આવરણ છે એટલે કે વ્યવહાર રૂપે છે તો વ્યવહારથી જ કર્મને કાઢવાના છે. શુધ્ધ આત્માનું ધ્યાન કરવાનું છે ચેતનને કર્મનો સંયોગ થયો છે. કર્મ અશુદ્ધ છે. તેથી ચેતન કર્મના કારણે અશુદ્ધ છે માટે કર્મનો ત્યાગ કરવાનો છે.
સફેદબલ્બ હોય તો પ્રકાશ સફેદ જ આવે પણ જો લાલ કાગળ વીંટાળે હોય તો લાલ પ્રકાશ આવશે. લાલ આવરણ છે. બલ્બ પ્રકાશ સફેદ હોવા છતાં આવરણના કારણે પ્રકાશ લાલ થઈને બહાર આવે છે. આત્મા સદા માટે શુદ્ધ સ્ફટિકમય છે. કદી અશુદ્ધ બની શકે નહીં. કર્મના આવરણના કારણે જ અશુધ્ધ દેખાય છે તેથી જ શુધ્ધ ચેતન = આત્માનું ધ્યાન કરવાનું છે.
એટલે નવતત્વમાં પહેલા શુધ્ધ ચેતનની વાત મૂકી તમામ જીવોનો
નવતત્વ || ૩૬