________________
પંચાચાર, સમ્યગ્દર્શનના ૭ બોલ આ બધું વ્યવહાર આજ્ઞા સ્વરૂપ છે. વ્યવહાર એ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને નિશ્ચય એ પરિણામ સ્વરૂપ છે. દા.ત. જળ અભિષેક અને સમતાનો પરિણામ. "શાનકળશ ભરી આત્મા, સમતારસ ભરપૂર
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર.' સમતા આવશે ત્યારે જ કર્મ ચકચૂર થશે. પરમાત્માતો નાહી ચૂક્યા છે, અર્થાત્ સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા છે. પરંતુ એમના આલંબને આપણે આપણા સત્તાગત જિનને નવડાવવાનો છે. અર્થાત્ અનાદિથી જે કર્મો આપણા આત્મા પર ચોંટેલા છે તેને ચકચૂર કરવાના છે. એ શ્રુતજ્ઞાનના અભ્યાસથી પ્રગટેલા શુધ્ધોપયોગથી થશે.
વ્યવહારથી અપુર્નબંધક આત્મા મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ તથા જ્ઞાનાવરણાદિ કર્મોની ૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે. અપુર્નબંધક આત્મા પાપ તીવ્રભાવે ન કરે, ભવરાગ ન હોય, ઉચિત સ્થિતિ બધે સેવે. અપુર્નબંધક આત્મા તથા સમ્યગુદષ્ટિ આત્માને વ્યવહારથી નિર્જરા કહી છે. નિશ્ચયથી નિર્જરા પાંચમાં ગુણસ્થાનકથી શરૂ થાય.
अयमात्वैव संसार : कषायेन्द्रिय निर्जित : । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिण : ॥
| (યોગશાસ્ત્ર) કષાયો અને વિષયોથી જિતાયેલો આત્મા સંસારી છે. કષાયો અને વિષયોને સંપૂર્ણ જિતનારો આત્મા સિધ્ધ છે.
સ્થાવરો પોતાની ઈચ્છા મુજબ ગતિ ન કરી શકે. આમ છતાં ઓઘસંજ્ઞાથી એ ગતિ કરતાં દેખાય છે. વેલડી ઝાડ ઉપર ચડે છે, ધન હોય ત્યાં એના મૂળિયા ખેંચાય છે.
નવતત્વ || ૩૪