________________
વાપરવું. a અપેક્ષાએ ઈજિય વધુ તેમ કર્મબંધ વધે?
ત્રસપણું પુણ્ય પ્રકૃતિ છે. તે પુણ્યપ્રકૃતિ પાપકર્મ બાંધવામાં વધુ નિમિત્ત બનશે કારણ કે સુખ મેળવવા દોડશે. મોક્ષ મેળવવા ત્રસપણું જરૂરી છે.ત્રતપણાનો ઉપયોગ મોક્ષની આરાધના માટે કરવાનો છે.વિરતિના સ્વીકારપૂર્વક સંયમ જીવન જીવવાથી મોક્ષની આરાધના થાય.
એકેદ્રિય કરતાં વિકલૈદ્રિયને ઈદ્રિય વધુ મળે છે. તેથી એકેન્દ્રિયને જેટલો કર્મબંધ થાય તેનાથી બેઈદ્રિયને ૨૫ ગણો વધુ કર્મબંધ થાય તેના કરતાં તેઈદ્રિયને ૫૦ ગણો અને તેનાથી ચઉરિદ્રિયને ૧૦૦ ગણો કર્મબંધ થાય અને અસંશી પચેદ્રિયને ૧૦૦૦ ગણો કર્મબંધ થશે. સંજ્ઞી પંચેન્દ્રિયને એકેદ્રિય જીવો કરતાં અંતઃ કોડાકોડી સાગરોપમ જેટલો કર્મબંધ સમયે સમયે થયા કરે. વિવેકપૂર્વક વ્યવહાર કરે તો નિર્જરા પણ વધારે કરે. જેને મન નથી તેઓ વધારે પાપ કે પુણ્ય તીવ્ર ભાવે બાંધી ન શકે. ઈદ્રિયો વધે પરંતુ સમકિતની ગેરહાજરીમાં પાપ વધુ થાય.
પાપનો અભ્યાસ કરીને આવ્યા છીએ, હવે જો ધ્યાન ન રાખીએ તો ત્રપણું ૨૦૦૦ સાગરોપમ સુધી જ રહે. એમાં પુરુષાર્થ ન થાય તો સ્થાવરમાં જવું પડે ત્યાં અસંખ્ય કે અનંતકાળ પસાર કરવો પડે. કષ્ટો સહન કરવાના, અકામ નિર્જરા કરવાની પછી ફરી ત્રસમાં અવાય.
૪થા અનંત અભવ્યો, પમા અનતે તમામ સિધ્ધના જીવો, ૮મા અનંત તમામ જીવરાશિ રહેલી છે. કષાયથી કર્મ આવ્યા, કર્મથી કાયા આવી – માટે આ ત્રણથી છૂટવાનો સતત ઉપયોગ રહેવો જોઈએ.
જિનાજ્ઞા જિન બનવા માટે પાળવાની છે. આત્મા જ્યારે સ્વયંજિન બને ત્યારે એની પરિપૂર્ણતા થાય છે.
વ્યવહાર જિનાજ્ઞા નિશ્ચય જિનાજ્ઞા પામવા માટે છે.
નવતત્વ // ૩૩