________________
૧૧મા ગુણઠાણે રહેલા છઘસ્થ ઉપશામક જીવોને કષાયોની પૂર્ણ ઉપશાંતતા અંતર્મુહૂર્ત માત્ર વર્તતી હોય. ૧૨ મા ગુણઠાણે મોહની સંપૂર્ણ પીડાનો ક્ષય છે.
જે કષાયની પીડા પામતા નથી તેવા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંત તથા ૧૧મા-૧રમા ગુણઠાણે રહેલા જીવો કરુણાના પાત્ર બનતા નથી, પણ માત્ર પ્રમોદના પાત્ર બને છે. છ-સાતમે ગુણઠાણે રહેલા આત્માઓ જે કષાયથી પૂર્ણ મુક્ત નથી પણ કષાયની સામે લડી રહ્યાં છે તેથી જેટલા અંશે કષાય–મોહ પર પોતાનો અંકુશ છે તેટલા અંશે તે સુખી છે તેથી તે પણ તેટલા અંશે પ્રમોદના પાત્ર બને છે. તે સિવાયના કષાયપીડિત સંસારી આત્માઓ કરુણાના પાત્ર બને છે.
સંસારી આત્માઓ નામ કર્મના ઉદયે બે પ્રકારની અવસ્થાવાળા છે. સ્થાવર અને ત્રસ. (૧) સ્થાવર જીવો – કર્મની અત્યંત પરાધીન અવસ્થારૂપ અવ્યક્ત પીડા ભોગવે છે. પોતાની ઈચ્છા મુજબ પુરુષાર્થ કરી શકે નહીં. તેમની ચેતના શક્તિ અત્યંત બિડાયેલી સંમૂચ્છિમ અવસ્થાને પામેલી છે. એવી સંમૂર્છાિમ અવસ્થા કે જ્યાં અસંખ્યાત કે અનંતા કાયાવાળા જીવો સાથે પીડા ભોગવવા રહેવું. આ સ્થાવર જીવોને ૧૪ રાજલોકમાં સર્વત્ર ઈચ્છા વિના પરિભ્રમણ કરવું પડે છે. (૨) ત્રસજીવો – ત્રસ જીવો ત્રસ નામકર્મના ઉદયવાળા, પુણ્યપ્રકૃતિના ઉદયવાળા છે. તેથી તાપાદિ પીડા વખતે કે શાતા–સુખ મેળવવા તે ઈચ્છા મુજબ ગમનાગમન કરી શકે છે. પણ તેમની મર્યાદા ત્રસનાડી પૂરતી જ છે. ત્રસ નાડીની બહાર ત્રસ જીવો ઉત્પન્ન થઈ શકે કે રહી શકે નહીં. ત્રપણામાં જીવ વધારેમાં વધારે ૨ હજાર સાગરોપમકાળ સુધી રહી શકે. તે દરમ્યાન જે જીવ ત્રસ નામ કર્મ ખપાવવાનો પ્રયત્ન કરી સંપૂર્ણ ન ખપાવે તો નિયમા સ્થાવરમાં જાય. ત્રસ નામ કર્મના ઉદયવાળો જીવ શાતા મેળવવા ભોગવવામાં અને અશાતા ટાળવામાં તથા માનાદિ મોહને આધીન થઈ બાહ્ય વૈભવ આદિ સુખ મેળવવા ભોગવવામાં ઉપયોગ કરે તો ત્રસ–સ્થાવરનો કર્મબંધ થવા વડે કર્મની ગુલામીની અવસ્થા સ્વરૂપ ત્રસ–સ્થાવર પર્યાયથી છૂટી શકે નહીં. આથી ત્રસ પુણ્ય કર્મનો ઉપયોગ
નવતત્વ // ૩૧