________________
ત્રસ જીવો ઈચ્છા મુજબ હલનચલન કરી શકે છે. ૨૦૦૦ સાગરોપમના કાળમાં જો આત્મા મોક્ષમાં ન ગયો તો અવશ્ય સ્થાવર કાયમાં જાય. ત્રસમાં રહેલાને ત્રસનામ કર્મને ખપાવવાનું છે. માત્ર મનુષ્ય જ ત્રસનામ કર્મને પૂર્ણપણે ખપાવી શકે. મનુષ્યભવમાં ફરવાનું બંધ કરી સંયમમય જીવન જીવે તો ત્રસ કર્મ ખપે તો ફરવાનું બંધ થાય.
૧૪ રાજલોક ત્રસ અને સ્થાવર જીવોથી ભરેલો છે. લોકના અગ્રભાગે ૪૫ લાખ યોજન વિસ્તારમાં જ સિધ્ધના જીવો છે. તે શુધ્ધ નિશ્ચય સ્વરૂપે છે. ૧૪ રાજલોકમાં ત્રણ પ્રકારના જીવો રહેલા છે. (૧) લોકમતે સિધ્ધના જીવો–નિશ્ચયરૂપે અને તે સિવાય ૧૪ રાજલોકમાં સ્થાવર જીવો અને ત્રસ નાડીમાં રહેલા ત્રણ જીવો વ્યવહાર સ્વરૂપે રહેલાં છે.
જે જે આત્માઓ કાયાવાળા છે. કષાયને આધીન છે તે બધા દુઃખી છે. દુઃખી સંસારી જીવો આઠમા અનંત છે, શુધ્ધ સંપૂર્ણ સુખી જીવો, સિધ્ધના જીવો પાંચમા અનતે છે. સુખી કરતાં દુઃખી આત્માઓ વધારે છે.
ત્રસ જીવો ફક્ત ત્રસનાડીમાં હોય. ત્રસ નાડી ૧ રાજલોક પહોળી, ૧૪ રાજલોક ઊંચી છે. સ્થાવર જીવો આખા ૧૪ રાજલોકમાં સર્વત્ર વિસ્તરેલા છે.
જે આત્મા પોતાના સ્વભાવમાં ન રહે તેને કર્મનો બંધ થાય. જે આત્મા પ્રમાદ કરે તે સ્વભાવમાં રહેલા ન કહેવાય. તેથી પ્રમાદવાળાને પીડા ભોગવવાની આવે. વધારે પીડા ભોગવવાની હોય તેને સ્થાવર પર્યાય મળે. જે મોક્ષ પ્રગટ કરવા ઈચ્છે તેઓ દયાના આધારે સિધ્ધત્વ પ્રાપ્ત કરે છે.
અહીં શાતા = અનુકૂળતા ગમી જાય અને એની તીવ્ર અનુમોદના થાય તો નરક સંબંધી કર્મો બંધાય કે જ્યાં પ્રતિકૂળતા ભોગવવાની છે.
જેટલા જીવો નિર્જરાના લક્ષવિના માત્ર શરીરને મહત્ત્વ આપી પ્રતિકૂળ તાઓ ભોગવે છે તેને અનુકૂળ પુદ્ગલોને શાતારૂપે ભોગવવાના સ્થાન એવા દેવલોકની પ્રાપ્તિ થાય છે.
નવતત્વ // ૩૫