________________
બેચર સ્ત્રી – સૌથી થોડી સ્થલચર સ્ત્રી – સંખ્યાતગુણી જલચર સ્ત્રી – સંખ્યાત ગુણી જીવો ચાર પ્રકારે
ચાર ગતિમાં ભ્રમણ કરે તે સંસારી. અરૂપી સાથે અરૂપીનો સંયોગ તે મોક્ષ છે. અરૂપી સાથે રૂપીનો સંયોગ તે સંસાર છે.
કર્મને પરાધીન જીવ કષાયને વશ થઈ કાયામાં સ્થિર થઈ કાયાને લઈને આત્મરમણતા છોડી ભવભ્રમણરૂપ ચાર ગતિરૂપ વિભાવ દશામાં ભટકે છે.
આત્મા પરિભ્રમણ કરવાના સ્વભાવવાળો નથી, આત્મા પર સાથે રહી, પરને પોતાનું માની લે તેથી ભેદરેખા દેખાય નહીં તેથી પોતાને છોડી ભ્રમણ કરે છે.
જ્યાં સુધી આત્માના સ્વરૂપને જાણવામાં ન આવે ત્યાં સુધી સંસારમાં ભમવું પડે.
પર સંયોગી જ્યાં લગે આત્મા, ત્યાં સુધી સસારી કહેવાય.'
પરનો સંયોગ થવાથી પોતાના આત્માને ભૂલ્યા. અરૂપી એવા આત્માને રૂપી એવા કર્મનો સંયોગ થયો. પોતાના આત્માનું સ્મરણ કરવું સહેલું નથી. આપણે રૂપને ઠીકઠાક- સારું કરવા માટે જીવી રહ્યા છીએ. ભલે ધર્મની આરાધના કરીએ. પરમાત્માની પૂજા કરવા જાય ત્યાં પણ કેંદ્રમાં શરીર જ હોય ને? વાસ્તવમાં આત્માને યાદ કરી પૂજા કરવાની છે. જ્યાં સુધી નિજ સ્વરૂપ ન જાણે ત્યાં સુધી જીવ સંસારમાં ભમશે.
"નિજ સ્વરૂપ જાણ્યા વિના જીવ ભમે ભવ સંસાર, જબ નિજ સ્વરૂપ પીછાણીએ તબ લહીએ ભવનો પાર." (શ્રીમદ્દ)
નવતત્ત્વ આત્માનું શુધ્ધ, અશુધ્ધ સ્વરૂપ બતાવે. માત્ર જ્ઞાન આવે તો સમ્યગદર્શન થાય એવો નિયમ નહીં. પરંતુ આત્માનો શુધ્ધ સ્વરૂપે રુચિપૂર્વક સ્વીકાર કરી બીજાનો અર્થાત્ અશુધ્ધ સ્વરૂપનો હેય રૂપે સ્વીકાર થાય તો, આ
નવતત્ત્વ || ૪૧