________________
નથી, પણ મૈત્રીને યોગ્ય છે.
આમ, એક પ્રકારે જીવ તેવિશ્વમૈત્રીનું સૂચક છે. આથી સમ્યગદષ્ટિ જીવ દુશમનનું પણ અહિત નચિંતવે. અશુભ વિચાર આવી જાય તો પણ તેને હેય માને.
વસ્તુની શુધ્ધ અવસ્થા તે વાસ્તવિક તત્ત્વ છે. જ્ઞાનનું ફળ સમતા છે. જ્ઞાન પરિણામ પામે ત્યારે આત્મા સમતારૂપ સ્વભાવમાં ઠરે, એટલે કર્મનિર્જરા થાય અને જીવ મોહથી મુક્ત થાય. માત્ર એક પ્રકારના જીવો સિધ્ધ સિવાય ક્યાંય નથી એમ એક પ્રકારના જીવોનું સ્વરૂપ કહી સિધ્ધના જીવોની વાત કહી. 0 બે પ્રકારના જીવો કહેવા વડે સંસારી જીવોનું સ્વરૂપ કહે છે.
સંસાર જીવો બે પ્રકારે (૧) સ્થાવર (૨) ત્રસ
સંસારી જીવ એટલે કર્મના વિપાકવાળા અર્થાત્ આત્માના શુધ્ધ સ્વભાવથી વિપરીત સ્વભાવવાળા જીવો.
કર્મ સહિત કાયા લઈ ચારગતિમાં કષાયને આધીન બની કષાયની પીડા ભોગવે તે સંસારી. જ્યાં સુધી કાયા ધારણ કરે ત્યાં સુધી કાયાવાળાની પીડામાં નિમિત્તભૂત બને અને કાયા વડે પોતે પણ શાતા અશાતા અનુભવે પીડાનું કારણ કર્મ-કાયા–કષાય છે.
સિધ્ધ એટલે પોતાના પૂર્ણ સ્વરૂપ અને શુધ્ધ સ્વભાવમાં પરિણમન પામવું. સ્વયં પીડા પામવી નહીં અને કોઈની પીડામાં નિમિત્ત ન બનવું. 1 સમગ્ર જીવરાશિમાં સાચું સુખ કોણ ભોગવી શકે?
સૌથી સંપૂર્ણ સુખી – અવ્યાબાધ સુખના સ્વામી–ભોગી સિધ્ધના જીવો છે. ત્યાર પછી અરિહંત અને કેવલી આત્માઓ છે. અરિહંતને માત્ર શાતાનો જ એક સમયનો બંધ અને ઉદય જ્યારે કેવલીઓને શાતાનો એક સમયનો બંધ અને શાતા–અશાતા બનેનો ઉદય પણ સંભવે. છતાં તેમને શાતા કે અશાતાના ઉદયમાં કષાયની પીડા નથી માત્ર શાતા-અશાતાને જ્ઞાનથી જુએ અને સમતાને અનુભવે. તે સિવાયના બધા સંસારી જીવો કષાયની પીડાને અનુભવનારા હોય.
નવતત્ત્વ || ૩૦