________________
અર્થ : ચેતન, ત્રસ, સ્થાવર, વેદ, ગતિ, ઇન્દ્રિય અને કાયની અપેક્ષાએ જીવો એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે છે. D જીવના જુદા જુદા ભેદો
જીવો ચેતનારૂપે એક પ્રકારે, ત્રસ—સ્થાવર રૂપે બે પ્રકારે, વેદરૂપે ત્રણ પ્રકારે, ગતિરૂપ ચાર પ્રકારે, ઈંદ્રિય રૂપે પાંચ પ્રકાર, છકાયરૂપે છ પ્રકારે છે.
જીવોના ૧ થી ૬ પ્રકારાદિ ભેદો બતાવવાનું પ્રયોજન શું છે ?
જીવો ઓઘથી ૬ પ્રકારે છે. જૈનદર્શન સ્યાદ્વાદ દર્શન છે. જેમાં જ્ઞાન એકાંત સ્વરૂપવાળું, અલ્પ સ્વરૂપવાળું કે વિપરીત સ્વરૂપવાળું નથી પણ વિશાળ વસ્તુના પૂર્ણ નિર્ણયવાળું છે. તેથી સર્વ નય સાપેક્ષ તથા પ્રમાણયુક્ત જ્ઞાન વસ્તુના પૂર્ણ નિર્ણયવાળું બની યથાર્થ જ્ઞાનરૂપ બની સમ્યક્ દર્શનરૂપ બને છે. તેથી એક વસ્તુનો અનેક રીતે, અનેક ભેદથી, અનેક ભાંગાથી વિચાર કરવાથી બોધ વિશાળ અને પૂર્ણરૂપ બને તો તેનું પરિણામ = ફળ પણ પૂર્ણ બને.
સર્વ જીવો એક પ્રકારે –
સર્વ જીવોને માત્ર એક ચેતના સ્વરૂપે જણાવે છે.
એગવિહા :– સૂક્ષ્મ નિગોદથી માંડી સિધ્ધ સુધી ૧૪ રાજલોકમાં રહેલી સમગ્ર જીવરાશિ નિશ્ચયનયથી સત્તાએ સિધ્ધ સ્વરૂપી છે. નૈગમ નયથી આપાત સત્ય ઠરે છે. તે અંશમાં પૂર્ણતાનો ઉપચાર કરે. તમામ જીવો સત્તાએ સ્વરૂપ અને એક સ્વભાવવાળા છે. સંસારી તમામ જીવોમાં સત્તાથી સિધ્ધત્વ રહેલું છે. તે આયા’- આત્મા એક જ છે. (ઠાણાંગસૂત્ર)
આતમ સર્વ સમાન નિધાન મહાસુખકંદ, સિધ્ધતણા સાધર્મી સત્તાએ ગુણવૃંદ'
(પૂ. દેવચંદ્રજી મહારાજ)
સૌ પ્રથમ જીવતત્ત્વનું અસ્તિત્વ શુધ્ધ સ્વરૂપે સ્વીકારવાથી સર્વ જીવોમાં સમદષ્ટિ પ્રગટ થાય છે. જે સામાયિક સ્વભાવની સિધ્ધિનું મુખ્ય કારણ છે. સર્વ
નવતત્ત્વ || ૨૮