________________
જીવને જડના બંધનમાંથી છૂટવાનો ભાવ = મોક્ષાભિલાષ પ્રગટ થાય.
દરેક યોગમાં આત્માની સ્મૃતિ અને પ્રતીતિ થવી જોઈએ. કાઉસ્સગ્ન કરું છું ખમાસમણ આપું છું તો કોણ કરે છે? મારું શરીર નહીં પણ મારો આત્મા આ ક્રિયા કરી રહ્યો છે એવો અહેસાસ થવો જોઈએ. સર્વજ્ઞની દષ્ટિ પકડીએ તો જ સર્વજ્ઞ બનાય. ગાથા-૨
ચઉદસ ચઉદસ બાયાલીસા બાસી ય હૃતિ બાપાલા
સત્તાવન બારસ, ચલે નવ ભેયા કમેસિં ારા અર્થ: એના (નવતત્વના) ભેદો ક્રમશઃ, ચૌદ, ચૌદ, બેતાલીશ, વ્યાશી, બેતાલીશ, સત્તાવન, બાર, ચાર અને નવ છે. 2 નવતત્વોના કુલ ૨૭૬ ભેદો છે.
જીવના-૧૪, અજીવના–૧૪, પુણ્યના-૪૨, પાપના-૮૨, આશ્રવના-૪૨, સંવરના–પ૭, નિર્જરાના–૧૨, બંધના-૪, મોક્ષના—૯ ભેદ છે. કુલ ૨૭૬ ભેદો છે.
. વિવિધ ભેદો વડે તત્ત્વના સ્વરૂપને જાણવાથી તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવામાં તે ઉપયોગી થાય. કાર્ય એ વ્યવહાર છે. સાધ્યની સિધ્ધિ એ નિશ્ચય છે. બંને સાથે જ ચાલવા જોઈએ. પ્રતિસમય જાણકારી ઉપયોગ ચાલવો જોઈએ કે સાધ્યની સિધ્ધિ થઈ રહી છે કે નહીં? દા.ત. સામાયિક લીધી તો સમતારૂપ સાધ્યની સિધ્ધિ થઈ રહી છે કે નહીં? નહિ તો આટલી સામાયિક થઈ ગઈ એમ આંકડો આવશે એટલે મોહનો ઉછાળો આવે. નવતત્ત્વોને માત્ર વિવિધ પ્રકારો માત્રથી ન જાણતાં સાથે તત્ત્વ નિર્ણયના લક્ષપૂર્વક ભેદો જાણવાથી લાભ થશે. ગાથ-૭
એગવિ દુવિહ તિવિહા, ચઉત્રિહો પંચ છવિહા છવાયા ચેયસ તસ ઈથરેહિ વેય–ગઈ–કરણ-કાર્દિક
નવતત્ત્વ // ૨૭