________________
પર્યાયરૂપ અવસ્થાભેદ રૂપ સંવર, નિર્જરા અને મોક્ષ પણ જીવના પરિણામભૂત છે તેથી ઉપાદેય. તે જીવયુક્ત હોવાથી અને આત્માના ગુણને પ્રકાશતા હોવાથી ઉપાદેય છે.
અજીવતવ આત્માની શુધ્ધ સ્વભાવદશા પ્રગટ કરવામાં સહાયક બને તેટલા અંશે તે ઉપાદેય, બાકી હોય છે.
જેમ કે મનુષ્યભવ, પ્રથમ સંઘયણ, મન આદિ સામગ્રી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય અને તેની સહાય લઈ જીવસ્વરૂપના જ્ઞાનપૂર્વક કર્મક્ષય માટે પુરુષાર્થ કરી કર્મક્ષય કરે તો તે સાધન સામગ્રીમાં નિમિત્ત ભૂત જે પુણ્યનો ઉદય તે ઉપાદેય ગણાય. જે પુણ્યના ઉદય વડે મળેલી સામગ્રીના દુરુપયોગ વડે નરકાદિભવયોગ્ય કર્મબાંધી જીવનરકાદિ દુર્ગતિમાં જાય તો તે પુણ્યોદય વાસ્તવિક પાપોદયરૂપ ગણાય.
આત્માના સ્વભાવમાં આવીને સ્થિર થવું તે ધ્યાન છે. સમ્યગદર્શન આત્માના રુચિ પરિણામ રૂપ ગુણ છે. તેથી સમ્યગુદર્શનની આરાધના કરવાની હોય. સમ્યગુદર્શને આવ્યા પછી જ આત્મા ધ્યાનનો અધિકારી બને. સમ્યગુ દર્શન એ ધ્યાનની બીજભૂત અવસ્થા છે. .
મનુષ્યભવની સફળતા શેમાં છે?
* આત્માની સત્તામાં જે ગુણો છે એને જ્યારે તે ભોગવે ત્યારે મનુષ્યજન્મની સફળતા છે. આત્મા સિવાયની તમામ વસ્તુનો મોક્ષ = છૂટકારો કરવાનો છે. એના માટે ૨૪ કલાક હું આત્મા છું પોતે પોતાનું સ્મરણ પ્રતિસમય કરવાનું છે. છઘસ્થ જીવોને સ્મરણ કરવું પડે. કેવલીને જ્ઞાનમાં આવતાં અંતરાય દૂર થવાથી સતત ઉપયોગમાં છે. અનુપયોગે ઉપયોગી એવો આત્માનો સ્વભાવ છે. એવા થવા માટે વર્તમાનમાં આપણે સતત ઉપયોગવાળા થવું પડે. a મોક્ષ એટલે મોહનો ક્ષય વર્માચાર પત્ર મોકાઃ | મોહનીય કર્મનો આત્મામાંથી છૂટકારો કરવાનો છે. મોહનીય કર્મની હાજરીમાં જ બાકીના બધા કર્મોના બંધ થાય છે. આથી મોહનીય કર્મ આઠે કર્મનું મૂળિયું છે. મોહનીય કર્મ સંપૂર્ણ નાશ થયા પછી અવશ્ય બીજા બધા કર્મો નાશ થાય જ. સાતે કર્મોનો
નવતત્વ // ૨૫