________________
વાળવો હોય તો પ્રથમ તબક્કે જીવ–અજીવને જાણવા જોઈએ. તે તત્ત્વોને જાણ્યા બાદ તેના માટે જે માર્ગ શાસનમાં બતાવ્યો છે તે જોય-હેય–ઉપાદેયને અનુસરવું એટલે સમ્યગદર્શનના પરિણામ રૂપે થવું. અર્થાત્ હેય એટલે ત્યાગ કરવા યોગ્ય, શય એટલે જાણવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય સંસારમાં જીવ અને અજીવ બે તત્ત્વો જાણવા યોગ્ય છે. આત્માનો સ્વભાવ શેયના જ્ઞાતા બનવાનો છે. આપણે શેના જ્ઞાતા બનીએ છીએ? આપણને શું દેખાય છે? આપણને શું સંભળાય છે? બધું અજીવ જ ને? વર્તમાન કાળમાં મોટા ભાગના આત્માઓ જીવ કરતાં અજીવમાં વધુ અટવાયેલા રહે છે. એ દશામાંથી મુક્ત થવા હેયનો ઉપયોગ આપવામાં આવ્યો છે. જેનાથી આત્માનું અહિત થાય તે આત્મા માટે હેય. આત્માને પોતાના શુધ્ધ સ્વભાવમાં પ્રવર્તવામાં જે બાધક બને તે હેય. જીવતત્ત્વ ઉપાદેય છે. આત્માને જે હિતકર હોય અને જેનાથી આત્મા પોતાના શુધ્ધ સ્વભાવમાં સ્થિર થાય તે ઉપાદેય. 'u મુખ્ય બે તત્વઃ (૧) જીવ (૨) અજીવ. બાકીના ૭ તત્ત્વો તેની જ વિવિધ અવસ્થારૂપ છે. જીવતત્વમાં: સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણનો સમાવેશ થાય છે. અજીવ તત્ત્વમાં પુષ્ય, પાપ, આશ્રવ અને બંધ એ કર્મના પરિણામરૂપ હોવાથી અજીવ સ્વરૂપ છે. નવ તત્વમાં: યઃ જીવ અને અજીવ.
હેયઃ પુણ્ય (નિશ્ચયથી હેય, વ્યવહારથી ઉપાદેય)
પાપ, આશ્રવ અને બંધ.
ઉપાદેયઃ સંવર, નિર્જરા અને મોક્ષ. નવ તત્ત્વો જીવ–અજીવની અવસ્થારૂપ હોવા છતાં આત્માનું શુધ્ધ સ્વરૂપે પ્રગટ કરવામાં તેનું જ્ઞાન ઉપયોગી હોવાથી તે તત્ત્વ સ્વરૂપે કહ્યાં છે. જીવતત્વ આત્માને હિતકારક છે માટે તે ઉપાદેય. તેથી જીવના
નવતત્ત્વ // ૨૪