________________
(૨)
સ્વભાવ ગુમાવે છે. પવનનું ઠંડા કે ગરમ રૂપે જ્ઞાન કરવું તે જ્ઞાનગુણ કહેવાય. પણ સુખ–દુઃખરૂપે માનવું અને તે રૂપે લાગવું તે મોહ કહેવાય. અજીવ ચેતનાનો જેમાં અભાવ હોય તે અજીવ. જીવ સિવાયના બધા દ્રવ્યો અજીવ છે. જડ કે અચેતન. દા.ત. મડદું, લાકડું વિ. પુણ્યઃ શુભ કર્મનો ઉદય તે પુણ્ય અથવા શુભ અનુકૂળ શરીરાદિ સામગ્રીરૂપ સંયોગની પ્રાપ્તિ થવી તે. પાપ અશુભ કર્મના ઉદયે અશુભ કે પ્રતિકૂળ સામગ્રી રૂપ સંયોગની પ્રાપ્તિ થવી તે. આશ્રવ શુભાશુભ કર્મોના પ્રવાહનું આત્મામાં આવવું તે (શુભાશુભ કર્મ રૂપે) સંવરઃ આશ્રવનો નિરોધ તે સંવર છે. પાપ પ્રવૃતિથી અટકવું.
(આશ્રવભાવથી અટકવું તે) (૭) નિર્જરા આત્મપ્રદેશોની સાથે સંયોગ સંબંધથી જોડાયેલા કર્મનું આંશિક
ખરવું તે. (૮) બંધઃ પૂર્વે લાગેલા કર્મો સાથે બીજા કર્મોનો દૂધ પાણીની જેમ એક-એક
સંબંધ થવો તે. (૯) મોક્ષ આત્મા સાથે લાગેલા અનાદિ કર્મોથી સદા માટે છૂટકારો થવો
નાશ થવો અર્થાત્ આત્માનું સર્વ પર સંયોગથી મુક્ત થવું. સમ્યગદર્શન પ્રગટાવવાની મુખ્ય ત્રણ ચાવીઃ (૧) શેય (૨) હેય (૩) ઉપાદેય
સ્થિર એવો આત્મા કર્મથી અસ્થિર થઈ ગયો છે તેથી તેને સ્થિર કરવા માટે મહેનત કરવી પડે. આત્મા નિશ્ચયથી ધર્મને જાણે અને તે સ્વરૂપે બને એ પ્રયત્ન કરવાનો છે. વિભાવદશા છોડવાની છે. આત્માને મોક્ષની ગતિ તરફ
નવતત્વ // ૨૩